
પહેલગામ: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના મોત થયાં, જેના કારણે અત્યારે દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ હુમલા પાછળ ત્રણ આતંકવાદીઓના નામ પણ જાહેર કર્યા છે. આતંકીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. આ હુમલામાં જીવીત રહેલા લોકોના નિવેદનનોના આધારે આ સ્કેચ બનાવવામાં આવ્યાં છે. આમને શોધવા માટે ભારતીય સેના દ્વારા ઘાટીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આતંકવાદીઓએ આયોજનબદ્ધ અને ઇરાદાપૂર્વક હુમલો કર્યો
પ્રાથમિક તપાસ પ્રમાણે આતંકવાદીઓ કેટલાક પીડિતોને સ્નાઈપર જેવી યુક્તિઓનો ઉપયોગ કરીને દૂરથી ગોળી મારી હતી. જ્યારે ઘણા લોકોનું વધારે લોહી નીકળી જવાના કારણે મોત થયું હતું. મહત્વની વાત એ છે કે, બચાવ કાર્યોમાં વિલંબ થાય અને વધારમાં વધારે લોકોના મોત થયા તે માટે આ સ્થાન ઇરાદાપૂર્વક પસંદ કરવામાં આવ્યું હોઈ શકે છે. આ હુમલો ઈરાદાપૂર્વક જ કરવામાં આવ્યો હતો, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી સેના દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આતંકીઓની હથિયાર સાથેની તસવીર પણ જાહેર કરાઈ
નોંધનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને પ્રારંભિક ગુપ્ત માહિતીના આધારે બનાવવામાં આવેલા સ્કેચના કારણે આતંકવાદીઓને ઓળખવામાં સરળતા રહેશે તેને ઝડપી કાર્યવાહી કરી શકાશે. સ્કેચ સાથે સાથે આતંકીઓની અન્ય તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. જેમાં આતંકવાદીઓ હથિયાર સાથે મેદાનમાં ઊભા છે. મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે. 2019માં થયેલા પુલવામા હુમલા બાદ કાલે ફરી સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો. 27 મૃતકોમાં બે વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. હુમલાના કારણે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને મોટા પ્રમાણમાં અસર થવાની છે.
આપણ વાંચો: પહેલગામ આતંકી હુમલોઃ ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો, આજે હતો જન્મ દિવસ