
ભારતીય સેનાના જવાનો પોતાના જીવના જોખમે મા ભારતીની રક્ષા કરી રહ્યાં છે. તેઓ વર્ષો સુધી ઘરથી દુર રહીને દેશની સેવા કરતા હોય છે. આ દરમિયાન તેમના પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સૈનિકોના પરિવારને સક્રિયપણે કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જે સૈનિકો દુગર્મ કે જોખમી વિસ્તારમાં સેવા આપી રહ્યાં છે તેમનો પરિવાર કાનૂની જોખમ ઓછું થયા તેવી યોજના શરૂ કરવામાં આવી છે.
ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશે આ યોજના પ્રારંભ કરાવ્યો
સરકારે આ યાજનાને નાલસા વીર પરિવાર સહાયતા યોજના 2025 નામ આપ્યું છે. આ યોજનાનો શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન NALSA એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડરના કાર્યકારી અધ્યક્ષ અને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ, જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા ઉપસ્થિત રહ્યાં હતાં.
શું છે આ નાલસા વીર પરિવાર સહાયતા યોજના 2025?
નાલસા વીર પરિવાર સહાયતા યોજના 2025 યોજના લાંબા સમયથી ચાલતા કોર્ટ કેસોને ઉકેલવા માટે મદદ કરશે. સૈનિકો ઘણીવાર કૌટુંબિક મિલકત, ઘરેલું વિવાદો અથવા જમીનના મુદ્દાઓને લગતા કાનૂની કેસોને હેરાન થતા હોય છે. જેમ કે, કેરળ અથવા તમિલનાડુમાં રહેતો સૈનિક જમ્મુ અને કાશ્મીરમાં સેવા આપતો હોય અને તેનો કેસ ત્યાની કોર્ટમાં ચાલતો હોય તો તે કેવી રીતે વારંવાર કેવી રીતે પહોંચી શકે? તો આવા કેસમાં આ યોજના સૈનિકો મદદરૂપ થશે.
અર્ધલશ્કરી દળોના સૈનિકો માટે પણ આ યોજના લાભદાયી
આ યોજનાનો લાભ બીએસએફ એટલે કે સરહદ સુરક્ષા દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF), ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને અન્ય સહિત અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને પણ મળી રહેસશે. ખાસ કરીને ઉચ્ચ જોખમી સ્થળોએ સેવા આપતા સૈનિકોને આ યોજના ખાસ પ્રાધાન્ય આપશે.
આ પણ વાંચો…જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક જવાન શહીદઃ ટીઆરએફે જવાબદારી લીધી…