Swarna Andhra-2047: નાયડૂએ ‘સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી’ રાજ્ય માટે રજૂ કર્યું ‘વિઝન’…
વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન.ચંદ્રબાબુ નાયડુએ આજે “સ્વર્ણ આંધ્ર-2047” વિઝન દસ્તાવેજનું અનાવરણ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આંધ્ર પ્રદેશને ‘સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી’ બનાવવાનો છે. મુખ્ય પ્રધાને અહીંના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમ ખાતે જાહેર સભા દરમિયાન તેની જાહેરાત કરી હતી, જેમાં દક્ષિણ રાજ્યના સુવર્ણ ભવિષ્ય પ્રાપ્ત કરવા માટે 10 સિદ્ધાંત અને એક વિઝન સામેલ છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં પીએમ મોદીએ મહાકુંભ માટે કરી પૂજા, જુઓ તસવીરો
ગરીબી, રોજગાર, કૌશલ્ય અને માનવ સંસાધન વિકાસ, જળ સુરક્ષા, ખેડૂત-કૃષિ ટેકનિક અને શ્રેષ્ઠ વૈશ્વિક લોજિસ્ટિક્સએ 10 સિદ્ધાંતમાંથી કેટલાક હતા.અન્યમાં ઊર્જા અને બળતણનો ખર્ચ, ઉત્પાદનની સંપૂર્ણતા, સ્વચ્છ આંધ્ર અને જીવનના તમામ ક્ષેત્રોમાં ટેકનોલોજીને સામેલ કરવાનું સમાવેશ થાય છે.
તાજેતરમાં જ અમરાવતીમાં સચિવાલય ખાતે બીજા જિલ્લા કલેક્ટરોના સંમેલન દરમિયાન, નાયડુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટીડીપીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનું શાસન રાજ્ય, જિલ્લા, તાલુકા અને પંચાયત સ્તરે સ્વર્ણ આંધ્ર-2047 વિઝન પર આધારિત હશે. નાયડુએ નવેમ્બરમાં વિધાનસભા સત્ર દરમિયાન સ્વર્ણ આંધ્ર 2047 વિઝન દસ્તાવેજ રજૂ કર્યું હતું જેનો ઉદ્દેશ્ય આગામી 23 વર્ષમાં પોતાના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના છે.
તેમણે કહ્યું હતું કે 2047 એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે સંસ્થાનવાદી શાસનથી ભારતની સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરશે અને દરેકને ગર્વથી એ જણાવવાની આવશ્યકતા હશે કે આપણે 100 વર્ષમાં શું પ્રાપ્ત કર્યું છે.
આ પણ વાંચો : રેણુકાસ્વામી હત્યાકેસમાં એક્ટર દર્શનને રાહતઃ હાઇ કોર્ટે આપ્યા જામીન
નાયડુએ તે સમયે ગૃહમાં સંબોધિત કરતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ની શરૂઆત કરી અને અમે સ્વર્ણ આંધ્ર 2047 લોન્ચ કરી રહ્યા છીએ. તેનાથી (રાજ્ય) સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી આંધ્ર હોવું જોઈએ. તેમાં આ ત્રણ તત્વો હોવા જોઈએ. મુખ્ય પ્રધાનના જણાવ્યા મુજબ, વિઝન ડોક્યુમેન્ટનો મુસદ્દો વ્યાપક વિચાર વિમર્શ અને જમીની સ્તર પર ભાગીદારી સાથે તૈયાર કરવામાં આવ્યો છે.