નેશનલ

ચોર પણ થઈ ગયા ટેકનોસેવી, પણ પોલીસની પકક્ડથી બચી ન શકયા

નાગપુરઃ આજના સમયમાં કાર લક્ઝરી નથી, પરંતુ જરૂરી બની ગઈ છે. દરેક પરિવાર પાસે લગભગ એક કાર તો હોય જ છે અને ન હોય તે પરિવારનું સપનું હોય છે કે તેમની પાસે એક કાર હોય.

કાર ખરીદવા પરિવાર ઘણો સંઘર્ષ પણ કરે છે ત્યારે ક્યાંક પાર્ક કરેલી, લૉક કરેલી કાર ગાયબ થઈ જાય ત્યાર તે પરિવાર માટે મુશ્કેલી સર્જાય છે. મોટેભાગે ચોરી થયેલા વાહનો પાછા મળતા નથી ત્યારે મહારાષ્ટ્રના નાગપુરની ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરેલી 11 કાર પાછી મેળવી કમ સે કમ આ 11 કારમાલિકોને તો રાહત આપી છે.


Also read: સ્ટાર રેસલર Bajrang Punia પર ચાર વર્ષનો પ્રતિબંધ લદાયો, જાણો કારણ


નાગપુરની બ્રાન્ચે પકડેલી આ ચોરોની ગેંગ ટેકનોસેવી છે અને સૉફ્ટવેરની મદદથી કારની ચોરી કરતી હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ સોફ્ટવેરની મદદથી કારનું લોક ખોલીને કારની ચોરી કરતા હતા. આ કેસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પરંતુ હજુ સુધી આ ગેંગના મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી.

નાગપુર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરેલી કાર્યવાહીમાં ફોર વ્હીલર ચોરોની આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે અને 6 ગુનાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧ ફોર વ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૧ કરોડ ૫૦લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દેશભરમાં સક્રિય હોવાનું જાણવા મળે છે. આરોપીઓ દિલ્હી, મણિપુર, નાગાલેન્ડ, આસામ, હૈદરાબાદમાં વાહનો વેચતા હતા.


Also read: …તો 30 નવેમ્બર બાદ મોબાઇલ પર OTP આવવાનો થઇ શકે છે બંધ, જાણો વિગતે


આરોપીઓ સોફ્ટવેરની મદદથી કાર સ્ટાર્ટ કરીને લઇ જતા હતા. એક રાજ્યની કાર બીજા રાજ્યમાં લઈ જવાતી હતી. ત્યારબાદ વાહનની નંબર પ્લેટ બદલવામાં આવતી. ડુપ્લિકેટ આરસી બુક બનાવવામાં આવતી. દિલ્હીથી ચોરાયેલી કારને નાગપુર લાવવામાં આવતી, નાગપુરથી ચોરાયેલી કારને મણિપુર અથવા આસામ લઈ જઈને વેચવામાં આવતી. આ ટોળકી હાઇપ્રોફાઇલ છે અને અત્યાર સુધી માત્ર કારની ડિલિવરી અને વેચાણ કરનારા જ પોલીસના હાથે ઝડપાયા છે. પોલીસ આ ગેંગના માસ્ટર માઈન્ડને શોધી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button