મૈસુર દશેરાના ઉદ્ધાટન મુદ્દે રાજકારણ ગરમાયું: બુકર પ્રાઈઝ વિજેતાને આમંત્રણ, કોણ છે?
ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધારમૈયા સરકારને કર્યાં આકરા સવાલ, કોંગ્રેસ બચાવમાં આવી

બેંગલુરુ/નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું પ્રાર્થના ગીત ગાઈને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે વિવાદ ઊભો કર્યો છે ત્યારે સિદ્ધારમૈયા સરકારે નવો વિવાદ ઊભો કર્યો છે. સરકારે આ વખતે મૈસુરના દશેરાના ઉદ્ઘાટન મુદ્દે બુકરપ્રાઈઝ વિજેતા બાનુ મુશ્તાકને આમંત્રણ આપીને વિવાદ છેડ્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્ય સરકારને સવાલ કર્યા છે.
22 સપ્ટેમ્બરના દશેરા મહોત્સવનું ઉદ્ધાટન કરશે
બુકરપ્રાઈઝથી સન્માનિત લેખિકા બાનુ મુશ્તાકને મૈસુરના દશેરાની પૂજામાં આમંત્રિત કર્યા છે, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જાહેરાત કરી છે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ વિજેતા બાનુ મુશ્તાકને 22 સપ્ટેમ્બરના વિશ્વ પ્રસિદ્ધ દશેરાના મહોત્સવનું ઉદ્ધાટન કરશે.
આ પણ વાંચો: વિશ્ર્વ પ્રસિદ્ધ દશેરાની ઉજવણીના ભવ્ય સમાપન માટે મૈસૂર સજજ
વિપક્ષી પાર્ટીએ ગંભીર નારાજગી વ્યક્ત કરી
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની આ જાહેરાતને કારણે રાજ્યની વિપક્ષી પાર્ટી ભાજપએ નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજેએ કહ્યું કે દશરેા હિંદુ ધર્મ અને ભક્તિનું પર્વ છે. તેને તુષ્ટિકરણના રાજકારણનો મંચ બનાવી શકાય નહીં. હિંદુઓ પોતાની પરંપરા પર આ પ્રકારના થનારા હુમલાઓને સહન કરશે નહીં. કોઈ એવી વ્યક્તિ પાસેથી ચામુંડેશ્વરી માતાજીની પૂજા કરાવવી, જેમને માતાજીમાં કોઈ વિશ્વાસ નથી. આ બાબત દરેક ભક્તનું અપમાન છે. ભાજપે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે બાનુ મુશ્તાક સન્માનીય છે. મૈસુરના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા પ્રતાપ સિંહાએ કહ્યું આ પરંપરા હંમેશા માતાજીની ભક્તિ સાથે જોડાયેલી છે.
દશેરા મહોત્સવમાં ‘જંબુ સવારી’નું વિશેષ મહત્ત્વ
મૈસુરના દશેરાના મહત્ત્વની વાત કરીએ તો દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. દશેરાના મહોત્સવ દરમિયાન હાથીઓની સાથે માતાજીની યાત્રામાં લોકો ધાર્મિક ભક્તિ અને ઉત્સાહ સાથે આવે છે, જેને સ્થાનિક ભાષામાં ‘જુંબુ સવારી’ કહે છે. આ યાત્રા દરમિયાન 12 હાથી, દેવી ચામુંડેશ્વરી માતાજીની મૂર્તિને મૈસુર મહલથી બન્નીમંતપ સુધી લઈ જવાય છે. આ યાત્રાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે નૃત્ય, સંગીત સહિત અન્ય પ્રદર્શન સાથે સૈનિકો પણ પગપાળા ચાલે છે.
આ પણ વાંચો: પ્રાંસગિક: કેમ કરાય છે મહિષાસુર મર્દિનીને નફરત ને મહિષાસુરને પ્રેમ?
બુકર પ્રાઈઝ વિજેતા કોણ છે
કન્નડ લેખિકા અને કાર્યકર્તા બાનુ મુશ્તાકને રાજ્ય સરકારે દશેરાની પૂજા માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્ર્યા છે. કર્ણાટકના હાસનના રહેવાસી 88 વર્ષના બુકર પ્રાઈઝ વિજેતા બાનુ મુશ્તાક 22 સપ્ટેમ્બર, 2025ના ઉત્સવની શરુઆત થશે. વિજયદશમી કાર્યક્રમ બીજી ઓક્ટોબરના નિર્ધારિત છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સરકારે મુશ્તાકને સાહિત્યની ઉપલબ્ધિ માન્યતા આપતા મુખ્ય અતિથિ જાહેર કર્યાં છે. દીપ્તિ ભાષ્થી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરીને તેની હાર્ટ લેંપએ ત્રણ દસકાથી કર્ણાટકમાં મુસ્લિમ મહિલાઓના સંઘર્ષ અંગે માર્મિક રજૂઆત કરી હતી. આ પુરસ્કાર માટે તેમને પ્રતિષ્ઠિત બુકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ પાર્ટી રાજ્ય સરકારના બચાવમાં
રાજ્યમાં ભાજપએ વિરોધ કર્યો છે, જ્યારે કોંગ્રેસ સરકારના નિર્ણયનો બચાવ કર્યો છે અને કર્ણાટકની સંસ્કૃતિ સાથે મુદ્દાને જોડ્યો છે. ગૃહ પ્રધાન જી પરમેશ્વરે બાનુ મુશ્તાકને આમંત્રિત કરવાની વાતને સમર્થન આપીને કહ્યું હતું કે દશેરાને ફક્ત ધર્મના ચશ્માથી જોશો નહીં. ભૂતકાળમાં નિસાર અહમદે પણ દશેરા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રાજકીય ઉત્સવ છે એને ધર્મને સામેલ કરવાની જરુરિયાત નથી. ધાર્મિક ઉત્સવ માની શકો, પણ પહેલા રાજકીય ઉત્સવ છે, એમ તેમણે જણાવ્યું હતું.