જમ્મુ અને કાશ્મીરના એક ગામમાં ભેદી રોગને કારણે 17 લોકોના મોત, કેન્દ્રની ટીમ તપાસ માટે પહોંચી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બાધલ ગામમાં એક રહસ્યમય રોગને 17 લોકોના મોત થતા ખળભળાટ મચી (Mystery death Death In Badhal, Jammu and Kashmir) ગયો છે. રવિવારે કેન્દ્ર સરકારની એક ઉચ્ચ-સ્તરીય ઇન્ટર-મીનીસ્ટરલ ટીમ તાપસ કરવા રાજૌરી પહોંચી હતી. ટીમ લોકોના ભેદી મોત પાછળના કારણો જાણવા તપાસ કરી રહી છે.
કેન્દ્રની ટીમ તપાસ માટે પહોંચી:
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગોએ મૃત્યુની તપાસ કરી હતી પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેન્દ્રીય ગૃહ પ્રધાને ઇન્ટર-મીનીસ્ટરલ નિષ્ણાતોની એક ટીમની રચના કરી છે અને ટીમ અહીં પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 16 સભ્યોની ટીમ રાજૌરી જિલ્લા મુખ્યાલય પહોંચી છે અને આજે સોમવારે શહેરથી 55 કિમી દૂર આવેલા પહાડી ગામની મુલાકાત લેશે.
એક જ પરિવારના 8 લોકોને મોત:
બાધલ ગામ ગામમાં રવિવારે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જેને કારણે મૃત્યુઆંક 17 પર પહોંચ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુની SMGS હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મોહમ્મદ અસલમના છ બાળકોમાંથી છેલ્લી બચેલી યાસ્મીન કૌસરનું પણ આજે સાંજે અવસાન થયું હતું. યાસ્મીન કૌસરના પાંચ ભાઈ-બહેન અને દાદા-દાદી ગયા અઠવાડિયે મૃત્યુ પામ્યા હતા. દર્દીઓને તાવ, દુખાવો, ઉબકા અને બેભાન થવાની ફરિયાદ કરી હતી અને પછી હોસ્પિટલમાં દાખલ થયાના થોડા દિવસોમાં જ તેમનું મૃત્યુ થયું હતું.
Also read: જાણો જમ્મુ અને કાશ્મીરમાં કુલ કેટલા મતદારો છે?
ઝરણામાં જંતુનાશકો હોવાની શક્યતા:
અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની ઘેરાબંધી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝરણાના પાણીમાં કેટલાક જંતુનાશકો મળી આવ્યા છે. અધિકારી એ જણાવ્યું કે જિલ્લાના બાધલ ગામમાં પાણીના સ્ત્રોતની ઘેરાબંધી કરવામાં આવી છે અને ત્યાં 24 કલાક બે થી ત્રણ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે બાધલ ગામમાં થયેલા મૃત્યુની તપાસ માટે ઇન્ટર-મીનીસ્ટરલ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો હતો.