
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપની હાહાકાર મચી ગયો છે. ચારેબાજુ તબાહી જોવા મળી રહી છે. ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગ ધરાશાયી થયા છે. જાનમાલને મોટું નુકસાન થયું છે.
આશરે 40 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ભૂકંપની ભયાનકતા જોતા આંકડો વધારે હોઈ શકે છે. બેંગકોકમાં 1. 70 કરોડ તો મ્યાનમારમાં 5 કરોડ લોકો રહે છે. મ્યાનમારમાં જે વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું ત્યાં આશરે 20 લાખ લોકો રહે છે.
આપણ વાંચો: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, આંચકાથી અનેક શહેરો ધણધણી ઊઠ્યાં
પીએમ મોદીએ મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ભૂકંપ બાદની સ્થિતિને લઈ ખૂબ ચિંતામાં છું. તમામની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. સંકટના સમયમાં ભારત મ્યાનમાર અને થાઈલેન્ડને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ મામલે અધિકારીઓને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત વિદેશ મંત્રાલયને પણ મ્યાનમાર અને થાઈલેન્ડ સરકારના સંપર્કમાં રહેવા કહ્યું છે.
અપડેટ્સ
ભૂકંપના આંચકા ભારત, ચીન અને બાંગ્લાદેશમાં પણ અનુભવાયા
બપોરે 1.30 કલાકે ભૂકંપ આવતાં ઈમારતોમાં એલાર્મ વાગવા લાગ્યા
મ્યાનમારની સેનાએ કટોકટી જાહેર કરી
ભૂકંપથી મ્યાનમારમાં મસ્જિદ ધરાશાયી થવાથી 20 લોકોનાં મોત
બેંગકોક એરપોર્ટ બંધ કરવામાં આવ્યું, ટ્રેન સેવા રોકી દેવામાં આવી
USGSના કહેવા મુજબ હજારો લોકોના મોત થયાની આશંકા છે
થાઈલેન્ડના વડા પ્રધાને બેંગકોકને ઈમરજન્સી ઝોન જાહેર કર્યો
બેંગકોકમાં 30 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ત્યારે તેમાં 400 શ્રમિકો કામ કરતા હતા, જેમાંથી 80 લાપતા છે
બિલ્ડિંગની છત પર બનેલા સ્વિમિંગ પૂલમાંથી પાણી પડતું હોવાનો વીડિયો વાઇરલ થયો
મ્યાનમારના માંડલેય શહેરમાં ભૂકંપની સૌથી વધુ નુકસાન થયું છે. આ શહેરમાં અનેક મંદિરો અને બૌદ્ધ સ્થળો તૂટી ગયા છે
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
રિકટર સ્કેલ મદદથી ભૂકંપ તીવ્રતા મપાય છે રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.