પાકિસ્તાનમાં બળવો! બલુચિસ્તાનમાં આર્મી કેમ્પ પર હુમલો; આર્મી ચીફની હકાલપટ્ટીના અહેવાલ

નવી દિલ્હી: પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારત પર હુમલો કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો, ભારતે વાળતો હુમલો શરુ કયો છે. હવે પાકિસ્તાન મુશ્કેલીમાં ફસાયું છે, પાકિસ્તાનના લાહોરમાં ખાસ કરીને વોલ્ટન એરપોર્ટ અને શહેરના કેન્ટોનમેન્ટ વિસ્તાર નજીક અનેક વિસ્ફોટો થયાના અહેવાલ છે. વડા પ્રધાન શેહબાઝ શરીફના સત્તાવાર નિવાસસ્થાનની નજીક વિસ્ફોટ થયા હોવાના પણ અહેવાલ છે. રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર પાસે પણ વિસ્ફોટ થયો છે.
આર્મી ચીફની હકાલપટ્ટી?
એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન આર્મીના વડાને હટાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (CJCSC) ના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને હટાવી દીધા છે અને તને કસ્ટડીમાં લીધા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે જનરલ મુનીરને કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે અને રાજદ્રોહના આરોપસર લશ્કરી અદાલતોમાં તેમની સામે કેસ ચલાવવામાં આવશે.
બલોચિસ્તાનમાં બળવો?
ભારત સાથે વધી રેહલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં આંતરિક બળવો શરુ થયો હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં પાકિસ્તાની લશ્કરી મથકો પર શ્રેણીબદ્ધ હુમલાઓ થયા છે. પાકિસ્તાની સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલયને બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. ગોળીબાર થયા અને ત્યારબાદ અનેક વિસ્ફોટ થયા.
બીજી તરફ કરાચી બંદર પર પર વિસ્ફોટ થયાના એહવાલ છે. અહેવાલ મુજબ કરાચી બંદર પર 8 થી 12 વિસ્ફોટ થયા હતાં, ત્યારબાદ ત્યાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું અને મોબાઇલ સિગ્નલ પણ ખોરવાઈ ગયું.