નેશનલ

આ રાજ્યમાં વધુ મુસ્લિમ મહિલાઓ ઘર ચલાવવાની જવાબદારી સંભાળી રહી છે, સર્વેમાં તારણ…

હૈદરાબાદ: હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન(HHF) દ્વારા તેલંગાણા મુસ્લિમ પરિવારોની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, આ સર્વેના પરિણામમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવા મળી હતી. તેલંગાણા સરકારની જાતિ વસ્તી ગણતરીને ધ્યાનમાં કરવામાં આવેલા રેન્ડમાઇઝ્ડ સર્વેમાં જાણવા મળ્યું છે કે 39% મુસ્લિમ મહિલાઓ ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવી રહી છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે જે ઘરોમાં પુરુષ સભ્ય બીમાર અથવા બેરોજગાર હોય છે, એવા 90% ઘરોની જવાબદરી મહિલાઓની સાંભળી રહી છે.

આ પણ વાંચો..બેંગલુરુમાં માવઠું; રસ્તાઓ પાણીમાં ગરકાવ, 3 વર્ષના બાળકનું મોત

આ સર્વે માટે NGOના કાર્યકર્તાઓએ 3,000 મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જેમાંથી 45% મહિલાઓએ કહ્યું કે તેમને હવે કામ કરવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે, પરંતુ મોટાભાગે તેઓ ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે.

હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન (HHF)એ રમઝાન મહિના દરમિયાન લઘુમતી સમુદાયના પરિવારોની સ્થિતિ જાણવા માટે આ સર્વે હાથ ધર્યો હતો. અસર્વે મુજબ ગરીબ મુસ્લિમ પરિવારના મોટાભાગના પુરુષો ઓટો-ડ્રાઇવર, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન, હોટલમાં અને ફંક્શન હોલમાં છૂટક કામદાર, અને શેરી ફેરિયા તરીકે કામ કરે છે.

અહેવાલ મુજબ કન્સ્ટ્રકશન ક્ષેત્રે મુસ્લિમ પુરુષોની ભાગીદારી નહિવત છે, ગિગ વર્ક ફોર્સમાં મુસ્લિમ પુરુષોની સંખ્યા વધી રહી છે.

NGOએ જણાવ્યું કે તેલંગાણા સરકારની તાજેતરની જાતિ વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં મુસ્લિમ વસ્તી લગભગ 45 લાખ છેમ જેમાંથી 30% થી 35% લોકો હૈદરાબાદરહે છે. સર્વેમાં જેમની માસિક આવક 15,000 થી ઓછી હોય તેવા મુસ્લિમ વસ્તીના સૌથી નીચલા 70% લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું,

સર્વે રિપોર્ટમાં જાણવા મળ્યું કે ગરીબ મુસ્લિમ ઘરોમાં એક જ વ્યક્તિ કામતું હોય અને આશ્રિતો વધુ હોય લોકો તેવા કેસ વધુ છે. સારી લાઈફસ્ટાઈલ માટે અન્ય મહાનગરોમાં સ્થળાંતરનું સ્તર ખુબ ઓછું જોવા મળ્યું. ઘણા મુસ્લિમ પરિવારો રેશનકાર્ડ અને અન્ય સરકારી કલ્યાણ યોજનાઓ પર ઓછો આધાર રાખે છે.

આ પણ વાંચો..ન્યાયાધીશ યશવંત વર્માના ઘરમાંથી મળેલા નોટોના ઢગલાનો વીડિયો સુપ્રીમ કોર્ટે કર્યો જાહેર…

ત્રણ ઘરોમાંથી એક ઘરમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન, કોરોનરી ધમની રોગ, ક્રોનિક કિડની રોગ અને કેન્સર જેવા બિન-ચેપી રોગોના દર્દી જોવા મળ્યા, જેના કારણે પરીવારના આરોગ્ય સંભાળ ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સરેરાશ પરિવાર આરોગ્ય સંભાળની પર દર મહિને 2,000 થી 8,000 ખર્ચ કરે છે. કેન્સરના કેસ પણ વધી રહ્યા છે, ખાસ કરીને યુવાનોમાં મોઢાના કેન્સરના કેસ વધુ જોવા મળે છે. 2024 માં, HHF ને 300 થી વધુ કેન્સરના દર્દીઓ તરફથી નાણાકીય સહાય માટે વિનંતીઓ મળી હતી, જેમાંથી 25 ટકા મોઢાના કેન્સરના કેસ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button