હવે મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X થયું down, યુઝર્સે વ્યક્ત કરી નારાજગી…

નવી દિલ્હીઃ ઇલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અચાનક ડાઉન થઈ ગયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પ્લેટફોર્મ X અચાનક ડાઉન થતા હજારો વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે, અત્યારે X પર પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરી શકતા નથી, એટલું જ નહીં પરંતુ પોસ્ટ જોવામાં પણ ભારે પરેશાની થઈ રહી છે. ડાઉનડિટેક્ટર મુજબ, X ડાઉન હોવાની ફરિયાદો ઝડપથી વધી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. X ની ટીમે પોતાના સમસ્યાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ તેને સુધારવા માટે કામ કરી રહ્યા છે.
અમેરિકા અને ભારતના યુઝર્સ સૌથી વધારે પરેશાન
કલાકો બાદ પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જેથી યુઝર્સ ખૂબ જ પરેશાન થઈ રહ્યાં છે. યુઝર્સ અત્યારે X ને ખરી ખોટી સંભળાવી રહ્યાં છે. X દ્વારા પણ કહેવામાં આવ્યું છે આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકા અને ભારતમાં રહેવા યુઝર્સને આ સમસ્યાઓનો સમાનો કરવો પડી રહ્યો છે. 7,100 થી વધુ ફરિયાદો દાખલ થઈ છે અને આ સંખ્યા વધી રહી છે. આમાંથી લગભગ 39% રિપોર્ટ્સમાં X એપને ઍક્સેસ કરવામાં સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્યમાં વેબસાઇટ અને સર્વર સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો : શું ટેસ્લા કાર પર હુમલા બાદ ડીઓજી વડાનું પદ છોડશે Elon Musk ? આપ્યા આ સંકેત
ઇલોન મસ્કે પણ X ડાઉન હોવાની વાત સ્વીકારી
વધારે વિગતે વાત કરવામાં આ છેલ્લા એક મહિનાથી X ને લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇલોન મસ્કે આ વાત સ્વીકારી અને કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. X દિવસભરમાં ઘણી વખત નીચે અને પછી ઉપર જતો રહ્યો. આ આઉટેજ પર ટિપ્પણી કરતા એલોન મસ્કે કહ્યું કે, X એક મોટા સાયબર હુમલાનો સામનો કરી રહ્યું છે અને તેઓ હેકર્સનો પીછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આના કારણે X પર લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.