Good News: …તો મુંબઈને મળશે વધુ બે Bullet Train, દેશભરમાં 10 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાની PM Modiની યોજના

Prime Minister Narendra Modi’s Dream Project Bullet Train: PM Narendra Modiના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એટલે બુલેટ ટ્રેન. એક તરફ જ્યાં Mumbai-Ahemdabaad Bullet Train Projectvનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે ત્યાં PM Modiએ બીજા ત્રણ નવા બુલેટ ટ્રેન રૂટની જાહેરાત કરી છે અને એમાંથી જ એક રૂટ એટલે ઉત્તર, એક દક્ષિણ અને ત્રીજો પૂર્વ ભારતમાં હશે.
PM Modiના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં ભારતમાં 10 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. BJP દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં ત્રણ નવા રૂટ પર બુલેટ ટ્રેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે 2026 સુધી બુલેટ ટ્રેન શરૂ થઈ જાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ એ પહેલાં જ બુલેટ ટ્રેન સંબંધિત અન્ય છ રૂટની તપાસનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે હાલમાં કામ ચાલી રહ્યું છે એ મુંબઈ-અમદાવાદ રૂટને પકડીને કુલ 10 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે.
અહીંયા તમારી જાણ માટે આ 10માંથી એક રૂટ મુંબઈ-નાગપુરનો હોઈ એ નાસિક માર્ગે જશે અને એ માટેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના રૂટનું કન્સ્ટ્રક્શન નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા કરાઈ રહ્યું છે. નવી દિલ્હી, મુંબઈ અને અમદાવાદની સાથે સાથે દેશના અન્ય છ રૂટ પર પણ બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે. જેમાં નવી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત દેશના અન્ય રૂટ પર પણ બુટેલ ટ્રેન દોડાવાશે.
જે રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવા માટેની તપાસ કરાઈ રહી છે એમાં મહારાષ્ટ્રના મુંબઈના બે રૂટનો સમાવેશ થાય છે અને આ બંને રૂટના બાંધકામ સંદર્ભે પણ એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાનો વિચાર કરાઈ રહ્યો છે જેમાં દિલ્હી-અમૃતસહ, હાવરા-વારાણસી-પટણા, દિલ્હી-આગ્રા-લખનઉ-વારાણસી, દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ, મુંબઈ-નાશિક-નાગપુર અને મુંબઈ-હૈદરાબાદ રૂટનો સમાવેશ થાય છે.
રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હાવરા-વારાણસી અને દિલ્હી-અમૃતસર રૂટ પર બુલેટ ટ્રેનનું કામ હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ ડીપીઆર અહેવાલ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવશે. ડીઆરપીનું કામ છથી આઠ મહિનામાં કરવામાં આવશે.