આમચી મુંબઈનેશનલ

એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં મુંબઈ યુનિવર્સિટી

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં મુંબઈ યુનિવર્સિટી દેશની ટોચની 20 શૈક્ષણિક સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં, મુંબઈ યુનિવર્સિટી એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં 67માં સ્થાને પહોંચી ગઈ છે. તેણે રાજ્યની પરંપરાગત યુનિવર્સિટીઓની યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે.

Quackerelli Symonds (QS) એ વિશ્વ સહિત દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે અને આ યાદીમાં મુંબઈ યુનિવર્સિટીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ છે. યુનિવર્સિટીએ પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં વિશ્વ રેન્કિંગમાં મોટો સુધારો કર્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, મુંબઈ યુનિવર્સિટીએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક એમઓયુ કર્યા છે અને વિવિધ વ્યાવસાયિક અને કૌશલ્ય અભ્યાસક્રમો શરૂ કર્યા છે. રાષ્ટ્રીય સ્તરે રમતગમત અને સંસ્કૃતિ ક્ષેત્રે મુંબઈ યુનિવર્સિટીની સિદ્ધિઓ અપ્રતિમ છે. છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીએ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં 104 ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં 112 ટકાનો વધારો જોયો છે. ઇન્ટરનેશનલ જર્નલમાં રિસર્ચ પેપર્સમાં 156 ટકાનો વધારો થયો છે.

મુંબઈ યુનિવર્સિટીની સાથે જ IIT મુંબઇ, પૂણે યુનિવર્સિટી, સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીએ પણ ગયા વર્ષની સરખામણીમાં તેમના પ્રદર્શનમાં સુધારો કરી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો