નેશનલ

Indigo ની ચેન્નાઈ- મુંબઇ ફલાઇટમાં Bomb નો મેસેજ , સુરક્ષિત લેન્ડિંગ કરાયું, મુસાફરો સુરક્ષિત

મુંબઈ: ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો (Indigo) ફ્લાઈટને મંગળવારે બોમ્બની(Bomb)ધમકીનો મેસેજ મળ્યો હતો. આ મેસેજ બાદ પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું. નવી દિલ્હી સ્થિત ખાનગી એરલાઇનના કોલ સેન્ટર પર બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો હોવાના અહેવાલ છે. એરપોર્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ફ્લાઇટ રાત્રે 10.30 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ. ઈન્ડિગો ફ્લાઈટ 6E 5149 ચેન્નાઈથી મુંબઈ જઈ રહી હતી તેને બોમ્બની ધમકી મળી હતી તેમ એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઈમેલ આઈડી પરથી મેસેજ આવ્યો હતો

રિપોર્ટ અનુસાર, જ્યારે પ્લેન મુંબઈમાં લેન્ડ થયું ત્યારે ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને પ્લેનને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. એરલાઈને કહ્યું છે કે તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે. મેસેજ મળ્યા પછી, સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એજન્સીઓએ 12.40 વાગ્યાની આસપાસ exhumedyou888@gmail.com ID પરથી ઈમેલ મળ્યા બાદ ટર્મિનલ તપાસ કરી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી અનુસાર, પોલીસે જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસે ઈમારતની તપાસ કરી અને કહ્યું કે તેમને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું કે ધમકી બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તપાસમાં ખબર પડી કે મેસેજ ફેક હતો

રિપોર્ટ અનુસાર એરલાઈને કહ્યું કે અમે સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છીએ અને તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને ડોબોરા ટર્મિનલ વિસ્તારમાં લેન્ડ કરવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ વારાણસી, ચેન્નાઈ, પટના અને જયપુર સહિત અનેક એરપોર્ટ પર બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા.

જેના પગલે અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ તમામ ઈમેલ નકલી હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર વારાણસી, ચેન્નાઈ, પટના, નાગપુર, જયપુર, વડોદરા, કોઈમ્બતુર અને જબલપુરના એરપોર્ટને પણ નકલી ધમકીના ઈમેલ મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button