મુંબઈથી પણ લક્ષદ્વીપ જવાય છે, જાણો કઈ રીતે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષદ્વીપ ટાપુ પર પર્યટનને પ્રોત્સાહન આપતો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીના આ વીડિયો પર માલદીવના પ્રધાન દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા ભારતના લોકોએ માલદીવને બદલે લક્ષદ્વીપમાં પર્યટન માણવાનો વિચાર કર્યો છે. હવે લક્ષદ્વીપ ભારતનું હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. મુંબઈથી કોચી ફ્લાઈટ એટલે હવાઈ મુસાફરી કરી શકો છો. એના સિવાય તમે દરિયાઈ માર્ગે ક્રૂઝ શિપ મારફત પણ ટ્રાવેલ કરી શકો છો.
ક્રૂઝ શીપની સફર એટ્લે મોંઘું ભાડું હોય છે પણ દરિયાઈ જીવોને જોવાની, જાણવા સાથે ફોટોગ્રાફી કરવાની મઝા આવતી હોય તો ચોક્કસ ટ્રાવેલ કરી શકો. મુંબઈથી લક્ષદ્વીપ જઈ શકાય છે કઈ રીતે અને કેટલામાં પડે છે. તમારા આ પ્રશ્નોના જવાબ તમને આપી દઈએ. મુંબઈ-લક્ષદ્વીપ ક્રૂઝ શિપ સેવા દ્વારા મુસાફરી કરો શકો છો. આ ક્રૂઝ તમને પાંચ રાત અને ચાર દિવસના પૅકેજમાં મુંબઈથી લક્ષદ્વીપના અગાતી સુધીની કમ્પ્લીટ ટૂર કરાવે છે. ક્રૂઝનું ભાડું લક્ઝરી અને ફર્સ્ટ ક્લાસ જેવા અનેક વિકલ્પો હશે. ટૂરિસ્ટ લોકો અલગ અલગ પ્રાઇસ રેન્જમાં લોકો મુસાફરીનો આનંદ માણી શકે છે.
ટૂરિસ્ટ પૅકેજમાં તમે રુપિયા 39,500થી લઈને એક લાખ સુધીના ભાડાંનો વિકલ્પ છે. આ ક્રૂઝનું ટાઈમટેબલ મુંબઈથી રવાના થનારી આ ક્રૂઝ કોચી માર્ગે લક્ષદ્વીપ પહોંચે છે અને ફરી આ જ માર્ગે મુંબઈ પાછી ફરશે આ ક્રૂઝ દર અઠવાડિયે સોમવારથી બુધવારના સાંજે મુંબઈથી રવાના થાય છે. સોમવારથી રવાના થતી ક્રૂઝ બુધવારે સવારે કોચીમાં સ્ટે લીધા પછી ગુરુવારે લક્ષદ્વીપના અગાતી આઈલેન્ડ પર પહોંચે છે અને લક્ષદ્વીપથી શનિવારે સવારે મુંબઈ પરત પણ આવી શકાય છે. મુંબઈ-લક્ષદ્વીપ-મુંબઈ આ એક અઠવાડિયાની ક્રૂઝની ટ્રીપ સોમવારે મુંબઈથી રવાના થઈને શનિવારે મુંબઈ પછી ફરે છે.
આ ક્રૂઝની સુવિધા શિપ સેવાને સપ્ટેમ્બરથી મે મહિના દરમિયાન જ શરૂ રાખવામાં આવશે. આ માર્ગમાં જૂનથી ઓગસ્ટ સુધીના ચોમાસાના ત્રણ મહિના દરમિયાન દરિયામાં ક્રૂઝ સર્વિસને બંધ રાખવામાં આવે છે. જો તમે લાંબા સમય સુધી ક્રૂઝની મુસાફરી માણવા ઈચ્છતા હોય તો ચોક્કસ મુંબઈથી લક્ષદ્વીપ જઈ શકો છો.