તો આવી રીતે થયું Gangster મુખ્તાર અન્સારીનું મોત!, મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટ આવી ગયો
લખનઊઃ gangster મુખ્તાર અન્સારીના કેસના એક મોટો વળાંક આવ્યો છે. 23 એપ્રિલ મંગળવારના રોજ તેનો વિસેરા રિપોર્ટ આવી ગયો છે, જેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે તેને કોઈ ઝેર આપવામાં આવ્યું નથી. અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે મુખ્તાર અન્સારીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. જો કે, તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેને બાદા જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. તમારી માહિતી માટે કે વિસેરા એ એક પ્રકારનો તબીબી તપાસનો અહેવાલ છે જેમાં મૃત વ્યક્તિના શારીરિક પ્રવાહી અને સેલ્સનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેના કારણે મૃત વ્યક્તિના શરીરમાં દવાઓ અથવા ઝેર જેવા કોઈ પણ પદાર્થની હાજરી હોય તો તે શોધવામાં મદદ મળે છે.
મુખ્તાર અન્સારીનું 28 માર્ચે રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં અવસાન થયું હતું. તેની તબિયત બગડતા બાંદા જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુ બાદ ભારે સુરક્ષા વચ્ચે ગાઝીપુરમાં તેને દફનાવવામાં આવ્યો હતો. અન્સારી 2005થી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં જેલના સળિયાની પાછળ હતો અને તેની સામે 60 થી વધુ ગુનાહિત કેસ હતા. પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ હતી કે તેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
જોકે અન્સારીના મૃત્યુ અંગે વિરોધ પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા બાદ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (CJM) દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવી હતી અન્સારીના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે બંદા જેલમાં ‘ધીમા ઝેર’ના કારણે તેનું મૃત્યુ થયું હતું. અન્સારીના મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં કલમ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા હતા અને બાંદા, મઉ, ગાઝીપુર તેમજ વારાણસી જિલ્લામાં વધારાના સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા