ભારતના આ ઉદ્યોગપતિ દરરોજ ₹1 લાખનું દાન કરે તો પણ ₹9.55 લાખ કરોડની સંપત્તિ ખર્ચ થતાં લાગશે 26,164 વર્ષ! | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતના આ ઉદ્યોગપતિ દરરોજ ₹1 લાખનું દાન કરે તો પણ ₹9.55 લાખ કરોડની સંપત્તિ ખર્ચ થતાં લાગશે 26,164 વર્ષ!

હાલમાં ભારતના અબજોપતિઓની યાદી પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. 2025ની આ અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)એ ટોપ પર પોતાનું સ્થાન જમાવી દીધું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 9.55 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. પણ શું તમને ખબર છે કે જો મુકેશ અંબાણી દરરોજ એક લાખ રૂપિયા દાનમાં આપી દે તો પણ તેમની સંપત્તિ કેટલા દિવસ ચાલી શકે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

What does Mukesh Ambani eat throughout the day? If you know the diet, you will follow it...

દેશના જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણીની ગણતરી કરવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અલગ અલગ વેન્ચર્સની દરરોજની આવક 163 કરોડ રૂપિયા છે. જો એ હિસાબે ગણતરી કરવા જઈએ તો મુકેશ અંબાણી દરરોજ એક લાખ રૂપિયાનું દાન કરે તો એ એક ખૂબ જ નાનો હિસ્સો ગણાશે. જો વાત કરીએ મુકેશ અંબાણી દરરોજના એક લાખ રૂપિયા દાનમાં આપવાનું શરૂ કરી દે તો તેમની કુલ સંપત્તિને ખર્ચ થવામાં 26,164 વર્ષનો સમય લાગશે.

આ પણ વાંચો: વિશ્વના અબજોપતિઓ ક્યાં રહે છે? વિશ્વના સૌથી ધનિક શહેરોમાં ભારતનું સ્થાન!

અબજોપતિઓની બાબતમાં તો મુંબઈ દેશમાં સૌથી આગળ છે કારણ કે અહીં 451 અબજોપતિઓ છે. ત્યાર બાદ 223 અબજોપતિ સાથે દિલ્હી બીજા સ્થાને અને 116 અબજોપતિ સાથે બેંગ્લોર ત્રીજા સ્થાને છે. આના પરથી ખ્યાલ આવે છે કે સંપત્તિના નિર્માણ અને એને જાળવી રાખવામાં શહેરી આર્થિક કેન્દ્રની મહત્ત્વની ભૂમિકા કેટલી મહત્ત્વની છે.

ભારતમાં અબજોપતિઓની એવરેજ લાઈફ સ્પેનની તો તે 65 વર્ષની જેટલી છે. મહિલા અને પુરુષ બંને માટે સમાન હોય છે. આના પરથી ખ્યાલ આવે છે અનુભવ અને વ્યાવસાયિક કુશળતા પૈસા કમાવવા માટે કેટલી મહત્ત્વની છે.

મુકેશ અંબાણીની સંપત્તિ જે દરરોજ સેંકડો કરોડ રૂપિયા જેટલી વધતી જઈ રહી છે, જે માત્ર ભારતના ટોચના બિઝનેસમેનના સામર્થ્યને તો દર્શાવે જ પણ એની સાથે સાથે તેમની દાયકાઓની રણનીતિક વિકાસ પર પણ પ્રકાશ પાડે છે. જો મુકેશ અંબાણી દરરોજ એક લાખ રૂપિયા દાનમાં પણ આપી દે તો આ નાનકડી રકમથી તેમની સંપત્તિમાં કોઈ જાજો ફેર પડવાનો નથી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button