નેશનલસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambaniને છે આ વ્યક્તિથી ખતરો, ખતમ કરી શકે છે…

ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ને માથે સંકટ તોળાઈ રહ્યું છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્ટ અનુસાર હાલમાં મુકેશ અંબાણી 114 અબજ ડોલરની નેટવર્થ સાથે એશિયાના પહેલાં અને દુનિયાના 11મા નંબરના ધનવાન વ્યક્તિ છે. પરંતુ ટૂંક સમયમાં જ એશિયામાં મુકેશ અંબાણીની આ બાદશાહાત છીનવાઈ શકે છે, કારણે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એમની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. બંનેની નેટવર્થમાં માત્ર 3 અબજ ડોલરનો તફાવત રહી ગયો છે.

મળી રહેલી માહિતી અનુસાર 111 અબજ ડોલરની નેટવર્થ સાથે અદાણી એશિયાના બીજા અને દુનિયાના 12મા નંબરના ધનવાન વ્યક્તિ છે. વાત કરીએ મુકેશ અંબાણીની તો આ વર્ષે અંબાણીની નેટવર્થમાં 17.7 અબજ ડોલરની તેજી જોવા મળી છે જ્યારે અદાણીની નેટવર્થમાં 26.9 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. ગુરુવારે મુકેશ અંબાણીની નેટવર્થ 68.7 કરોડ ડોલરની તેજી જોવા મળી હતી જ્યારે અદાણીની નેટવર્થમાં 2.90 અબજ ડોલરની વૃદ્ધિ જોવા મળી હતી.

અમેરિકન શેરબજારમાં જોવા મળેટી ઉથલપાથલને કારણે ટોચના ધનવાન વ્યક્તિઓની નેટવર્થમાં ખૂબ જ ઉતાર જોવા મળ્યો હતો. દુનિયાના સૌથી મોટા ધનવાન વ્યક્તિ એવા એલન મસ્કને પણ મોટો ફટકો પડ્યો હતો. તેમની નેટવર્થમાં પણ 10.9 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં મસ્કની નેટવર્થ 241 અબજ ડોલર છે જ્યારે જેફ બેઝોસ 2.48 અબજ ડોલર ગુમાવીને 207 અબજ ડોલર સાથે બીજા નંબરના અને બર્નાડ અરનોલ્ટ 3.40 અબજ ડોલર ગુમાવીને અરનોલ્ટ ત્રીજા સ્થાને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નને કારણે અંબાણી પરિવાર ખૂબ જ લાઈમલાઈટ રહ્યો હતો. હાલમાં આખો અંબાણી પરિવાર પેરિસ ઓલિમ્પિક ગેમ-2024માં હાજરી આપવા પહોંચ્યો અને ત્યાં પણ લાઈમલાઈટ ચોરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button