
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ એવું તે શું કર્યું કે દુનિયાના બાકીના ઉદ્યોગપતિઓની ઉંઘ ઉડી ગઈ છે, તો આ રહ્યો તમારા સવાલનો જવાબ બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સનું લિસ્ટ અપડેટ થઈ ગયું છે. આ યાદી અપડેટ થયા બાદ દુનિયાના બીજા અબજોપતિઓની ઉંઘ હરામ થઈ ગઈ છે અને એનું કારણ છે કે આ યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ પહેલાં અને બીજા સ્થાને પોતાનો સિક્કો મારી દીધો છે.
હજી મજા પડે એવી વાત તો છે દુનિયાના 500 અબજોબતિઓમાં અંબાણી અને અદાણી એવા ઉદ્યોગપતિઓ છે જેમની નેટવર્થમાં 1 બિલિયન ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો હોય. આવો જોઈએ હવે આ બંને ઉદ્યોગપતિઓની નેટવર્થ કેટલી થઈ ગઈ છે-
મળતી માહિતી અનુસાર 23મી મેના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થમાં બે અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે જ્યારે નીતા અંબાણીની નેટવર્થમાં 1 બિલિયન ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. દુનિયાના 500 અબજોપતિઓની સંપત્તિમાં આનાથી વધારે વધારો 23મી મેના જોવા નથી મળી. જેને કારણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પહેલાં નંબરે અને બીજા નંબરે જોવા મળી રહ્યા છે.
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બાદ ઈન્ડોનેશિયા, જાપાન અને મેક્સિકોના અબજોપતિઓના નામ જોવા મળી રહ્યા છે. જો વાત ટોપ ટેન અબજોપતિઓની તો તેમાંથી પાંચ નામ ભારતીય અબજોપતિઓના છે જેમાં શિવ નાદર, શાહપુર મિસ્ત્રી અને રવિ જયપુરિયાનો સમાવેશ થાય છે.
વાત કરીએ તો મુકેશ અંબાણીની નેટવર્થની તો તે 104 બિલિયન ડોલર થઈ ગઈ છે. 23મી મેના તેમની નેટવર્થમાં 2.35 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો હતો. વર્તમાન સમયમાં 17મા એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ બની ચૂક્યા છે. ગૌતમ અદાણીની વાત કરીએ તો ગૌતમ અદાણીની નેટવર્થમાં 23મી મેના 1.72 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો હતો અને તેમની કુલ નેટવર્થ 82.3 અબજ ડોલર વધી ગઈ છે. વર્તમાન સમયમાં ગૌતમ અદાણી દુનિયાના સૌથી 20મા ઉદ્યોગપતિ બની ચૂક્યા છે.
આ પણ વાંચો…ફોર્બ્સની યાદી જાહેરઃ જાણો ઇલોન મસ્કથી લઇને મુકેશ અંબાણી સહિતના અબજોપતિની સંપત્તિ