ટોપ ન્યૂઝનેશનલ

મોહમ્મ્દ યુનુસની નવી ચાલ, શેખ હસીનાના પક્ષના એક લાખ કાર્યકર્તા ભારતમાં પહોંચી ગયાનો કર્યો દાવો…

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીના સામે બળવા બાદ તત્કાલીન વડાંપ્રધાને ભારતમાં શરણું લીધું હતું. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે એક નવી ચાલ ચાલી છે. યુનુસ સરકારના સલાહકારે દાવો કર્યો છે કે, શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના એક લાખથી વધારે કાર્યકર્તા ભારતમાં આવી ગયા છે. એક એહવાલ મુજબ, ઢાકામાં ઈદના અવસર પર એકત્ર થયેલા લોકોના પરિવારજનો સમક્ષ આ દાવો કરવામાં આવ્યો હતો. શેખ હસીનાની આલોચના કરતા કહેવામાં આવ્યું કે, તેમણે પોતાના માતા-પિતાની હત્યાનો બદલો લેવા લાકોને જબરદસ્તીથી ગાયબ કરી દીધા હતા અથવા તેમની હત્યા કરાવી હતી.

તાજેતરમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જેમના પતિ વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયા હતા તેમની વિધવા પત્નીઓ સાથે સંવાદ કર્યો હતો. સંવાદ દરમિયાન બાંગ્લાદેશમાં વધતી આતંકી ગતિવિધિની નિંદા કરવામાં આવી હતી. આ દરમિયાને તેમણે પીડિત પરિવારોની મદદ કરવામાં આવશે અને હત્યારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વાયદો કર્યો હતો.

હસીનાએ યુનુસ સરકારની આલોચના કરતા કહ્યું કે, બાંગ્લાદેશના લોકો વધતી મોંઘવારીના ભાર નીચે દબાઈ ગયા છે. સરકાર લોકશાહી ઢબે પસંદ કરવામાં આવી નથી એટલે લોકો પ્રત્યે તેમની કોઈ જવાબદારી નથી. તેમનો મુખ્ય ઉદ્દેષ મુક્તિ સંગ્રામ અને મુક્તિ સમર્થક તાકાતની ભાવના અને તેના અવાજને દબાવવાનો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટમાં મોટા પાયે સરકાર વિરોધી પ્રદર્શનના કારણે શેખ હસીના દેશ છોડીને ભારત આવ્યા હતા.

તાજેતરમાં બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનનો પ્રવાસ કર્યો હતો. જેમાં તેમણે ચીનને તેમના દેશમાં મોટા પાયે રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઉપરાંત ભારતની મજબૂરીઓ ગણાવી હતી અને ચીનને બાંગ્લાદેશમાં બિઝનેસનો મોટો મોકો હોવાનું જણાવ્યું હતું.

મોહમ્મદ યુનુસે ભારતના પૂર્વોત્તર રાજ્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે. તેઓ ચારેબાજુ જમીનથી ઘેરાયેલા છે, તેમની પાસે દરિયા સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. આ વિસ્તારમાં જે દરિયો છે તેના પર બાંગ્લાદેશ અધિકાર ધરાવે છે.

આ પણ વાંચો : Bangladesh માં રાજકીય ગરમાવો, શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button