નેશનલ

“લાલ કિલ્લા પર મુઘલ વંશજોએ માંગી માલિકી” દિલ્હી કોર્ટે આપ્યો ઝટકો…

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે લાલ કિલ્લા પર માલિકીની માંગ એ કાઇ જૂનો વિવાદ નથી. ફરી એક વખત દિલ્હી હાઇકોર્ટે લાલ કિલ્લા પર માલિકીની માંગની અરજીને ફગાવી દીધી છે. આ અરજી મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર IIના વંશજો દ્વારા કરવામાં આવી છે. તેમણે આ અરજીમાં પોતાને લાલ કિલ્લાનાં કાનૂની વારસદાર ગણાવીને આ દાવો કર્યો હતો. જોકે દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે તેની અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો : અતુલ સુભાષની પત્ની રૂપિયા 22 લાખમાં ડિવોર્સ માટે સમંત થઈ હતી પણ…

કોર્ટે ફગાવી અરજી

આ અરજીમાં બહાદુર શાહ ઝફર-IIના પૌત્રની વિધવા સુલતાના બેગમે લાલ કિલ્લાની માલિકી પોતાને કાયદેસરના વારસદાર તરીકે આપવાની વિનંતી કરી હતી. કાર્યકારી ચીફ જસ્ટિસ વિભુ બખરુ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેંચે હાઈકોર્ટની સિંગલ બેંચના ડિસેમ્બર 2021ના ચુકાદા સામે સુલતાના બેગમની અપીલને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે આ અપીલ અઢી વર્ષથી વધુના વિલંબ પછી દાખલ કરવામાં આવી છે જેને માફ કરી શકાય નહીં.

શું કહ્યું મોડી અરજીનું કારણ?

સુલતાના બેગમે કહ્યું કે તેમની ખરાબ તબિયત અને પુત્રીના અવસાનને કારણે તે અપીલ દાખલ કરી શકી નથી. આના પર ખંડપીઠે કહ્યું, ‘અમને ઉક્ત સ્પષ્ટતા અપૂરતી લાગે છે, કારણ કે આ વિલંબ અઢી વર્ષથી વધુ છે. કેટલાક દાયકાઓ સુધી વિલંબિત હોવાને કારણે અરજીને પણ ફગાવી દેવામાં આવી હતી. વિલંબની માફી માટેની અરજી નકારી કાઢવામાં આવે છે, અપીલ પણ નકારી કાઢવામાં આવે છે.

આ પણ વાંચો : Breaking News : દિલ્હીમાં કેટલીક સ્કૂલોને ફરી Bomb થી ઉડાવવાની ધમકી, પોલીસ ઘટના સ્થળે

કેન્દ્ર સરકાર સામે વળતરની માંગ

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બેગમ લાલ કિલ્લાની માલિક છે અને પૂર્વજ બહાદુર શાહ ઝફર-II પાસેથી વારસામાં મળ્યો હતો. તેમણે જણાવ્યું છે કે બહાદુર શાહ ઝફર-IIનું 11 નવેમ્બર 1862 ના રોજ 82 વર્ષની વયે અવસાન થયું હતું અને ભારત સરકાર તેમની મિલકત પર ગેરકાયદેસર કબજો ધરાવે છે. અરજીમાં કેન્દ્ર સરકારને લાલ કિલ્લાનો કબજો અરજદારને સોંપવા અથવા પૂરતું વળતર આપવાનો નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા વર્ષ 1857થી અત્યાર સુધી લાલ કિલ્લા પર કથિત ગેરકાયદે કબજા માટે વળતરની પણ માંગ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button