દલાઈ લામાને ‘ભારત રત્ન’ આપવાની સાંસદોની માંગ: ચીન સાથેના સંબંધો પર શું અસર થશે?

નવી દિલ્હીઃ દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. ચીને આ મામલે અનેક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે આ બાબતમાં નવો વળાંક આવ્યો છે. સાંસદોએ હવે તિબેટિયન આધ્યાત્મિક નેતા અને ગુરુ દલાઈ લામાને ‘ભારત રત્ન’ આપવાની માંગ કરી છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી), બીજેડી (બીજુ જનતા દળ) અને જેડીયુ (જનતા દળ-યુનાઈટેડ) જેવા પક્ષોના સાંસદોએ દલાઇ લામાને ભારત રત્ન આપવાની માંગણી કરી છે. સાંસદોએ કેન્દ્ર સરકાર પાસે દલાઈ લામાને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. જો દલાઈ લામાને ભારત રત્ન આવવામાં આવે તો પછી ચીનની ચિંતા વધી શકે છે.
પત્રમાં 80 જેટલા સાંસદે સમર્થન આપતા હસ્તાક્ષર કર્યા
સર્વપક્ષીય ભારતીય સંસદીય મંચે સંયુક્ત રીતે એક પ્રસ્તાવને સમર્થન આપ્યું અને ભારત સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં દલાઈ લામાને સંસદના સંયુક્ત સત્રમાં સંબોધિત કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે.આ સાથે દલાઈ લામાને ભારત રત્ન આપવાની પણ માંગણી કરવામાં આવી છે. અત્યારે 80 જેટલા સાંસદોએ તેના માટે હસ્તાક્ષર કર્યા છે, જ્યારે 100 સાંસદો આ પત્ર પર હસ્તાક્ષર કરશે ત્યારે આ તેને આગળ વિચારણા માટે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે. જેથી આ ચીન માટે ચિંતાનો વિષય બન્યો છે. ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારની પસંદગી માટે દખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : ચીન શા માટે પોતાની કઠપૂતળી જેવા નવા દલાઈ લામા લાવવાના પેંતરા ઘડી રહ્યું છે?
દલાઈ લામાને ભારત રત્ન આપવામાં માંગણી કરવામાં આવી
આ અંગે વિગતો આપતા રાજ્યસભાના સાંસદ સુજીત કુમારે કહ્યું કે, ‘અમારા સમૂહ દ્વારા દલાઈ લામાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આ અભિયાનમાં વિપક્ષના સાંસદોએ પણ સાથે આપ્યો છે. અમે રાજ્યસભાના અધ્યક્ષોને પત્ર લખીને દલાઈ લામાને સંયક્ત સત્રમાં સંબોધન કરવા માટે મંજૂરી આપવામાં આવે તેવો અનુરોધ પણ કર્યો છે’. તેનો અર્થ એવો થયો હતો સાંસદો દ્વારા દલાઈ લામાને ભારત રત્ન આપવા અને સંસદ સભામાં સંબોધન માટે ઉપર પત્ર લખી દેવામાં આવ્યો છે.
દલાઈ લામા તિબેટિયન સમુદાયના અધિકારો માટે લડી રહ્યા છે
દલાઈ લામાએ તેમનો 90મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. હવે તેમના ઉત્તરાધિકારીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આમાં વિવાદનું મૂળ કારણ ચીન છે. કારણ કે, 1960ના દાયકામાં તિબેટ પર ચીને કબ્જો જમાવ્યો હતો, તે પછી ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહેલા દલાઈ લામા તિબેટી સમુદાયના અધિકારો માટે લડી રહ્યા છે. હવે ચીન એવું ઈચ્છે છે કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદી ચીની પરંપરા પ્રમાણે થયા પરંતુ દલાઈ લામાએ પોતાના ઉત્તરાધિકારીની પસંદ તિબેટિયન પરંપરા પ્રમાણે કરવામાં આવે તેવું કહ્યું છે. જેને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે.