સાંસદ પ્રતાપ સિંહાએ તેમની સ્પષ્ટતામાં આ વાત કહી….
નવી દિલ્હીઃ સંસદભવનમાં બુધવારે પ્રદર્શનકારીઓએ કરેલા હુમલાથઈ દેશ સ્તબ્ધ છે. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે જણ કૂદી પડતા ગૃહમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. આ મામલે હવે મહત્વની અપડેટ આવી રહી છે. અરાજકતા સર્જનારા બે બેકાબૂ યુવાનોની એન્ટ્રી સાંસદ પ્રતાપ સિંહાની ભલામણ પર કરવામાં આવી હતી.
તેમની ભલામણ બાદ જ યુવાનોના પાસ બની શકયા હતા. બંને યુવાનોની ધરપકડ બાદ સાંસદ પ્રતાપ સિમ્હાએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીને મળ્યા હતા અને પોતાની સ્પષ્ટતા આપી હતી.
બુધવારે સંસદભવનની વિઝિટર ગેલેરીમાં બેઠેલા સાગર અને મનોરંજન નામના બે યુવકો અચાનક ગૃહમાં ઘૂસી ગયા હતા. તેમણે તેમના જૂતામાંથી કંઇક કાઢીને સ્પ્રે કરતા સદનમાં ધુમાડો ફેલાઇ ગયો હતો. સદનમાં અંધાધૂંધી સર્જનારા આ યુવકોને સાંસદો અને સુરક્ષાકર્મીઓએ પકડી લીધા હતા. તેની સાથે મળી આવેલા પાસ સાંસદ પ્રતાપ સિંહાની ભલામણ પર બનાવવામાં આવ્યા હતા. હવે તેમણે જણાવ્યું છે કે તેમણે આ યુવકોના પાસ કેવી રીતે અને શા માટે બનાવ્યા હતા.
પ્રતાપ સિંહા કર્ણાટકના મૈસૂરથી ભાજપના સાંસદ છે. સુરક્ષા કર્મચારીઓ અને તપાસ એજન્સીઓએ બદમાશોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે, આ દરમિયાન પ્રતાપ સિંહા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને મળ્યા છે અને તેમની સ્પષ્ટતા આપી છે.
બીજેપી સાંસદ પ્રતાપ સિંહાએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે, સંસદમાં અરાજકતા ફેલાવનાર યુવક મનોરંજન ડીના પિતા દેવરાજ તેમને ઓળખે છે. તેમણે કહ્યું કે યુવકનું ઘર તેમના લોકસભા ક્ષેત્રમાં આવે છે. તેઓ ઘણા મહિનાઓથી લોકસભા જોવા માટે પાસ માંગી રહ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે યુવક મનોરંજન મૈસૂર અને દિલ્હીમાં તેની ઓફિસમાં પાસ બનાવવાની સતત માંગ કરી રહ્યો હતો. બુધવારે સવારે તેઓ પ્રતાપ સિંહાની ઓફિસે પહોંચ્યા હતા. લખનૌનો સાગર શર્મા પણ તેની સાથે હતો. મનોરંજને કહ્યું કે તે મારો મિત્ર છે, તેથી તેણે બંને માટે લખ્યું. તેમણે કહ્યું હતું કે મૈસૂરનો છોકરો મનોરંજન ડી એન્જિનિયરિંગ પાસ છે