આ સાંસદે કહ્યું કે હું દેશભક્ત છું કે દેશદ્રોહી એ જનતા નક્કી કરશે…
બેંગલોર: લોકસભામાં થયેલા હોબાળા બાદ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે ઘણા સમય બાદ ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ પ્રતાપ સિન્હા પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન જનતા નક્કી કરશે કે તે દેશભક્ત છે કે દેશદ્રોહી. આ ઉપરાંત આ ઘટના અને તપાસ વિશે મારે વધારે કંઈ કહેવું નથી. પ્રતાપ સિન્હાએ ખાસ એમ જણાવ્યું હતું કે મે બધું ભગવાન અને જનતા પર છોડી દીધું છે, જે નક્કી કરશે કે તેના પર લગાવવામાં આવેલા કથિત ‘દેશદ્રોહ’ના આરોપો સાચા છે કે નહીં.
ભાજપના સાંસદ પ્રતાપ સિન્હા જણાવ્યું હતું કે હું દેશદ્રોહી છું કે દેશભક્ત તે મૈસૂરની પહાડીઓ પર બેઠેલી માતા ચામુંડેશ્વરી, બ્રહ્મગિરિ પર બેઠેલી માતા કાવેરી, કર્ણાટકના મારા ચાહકો જે છેલ્લા 20 વર્ષથી મારા દ્વારા લખાયેલા પુસ્તકો વાંચી રહ્યા છે. છેલ્લા સાડા નવ વર્ષથી મારું કામ જોઇ રહેલા મૈસૂર અને કોડાગુના લોકો, ધર્મ અને રાષ્ટ્રવાદ નક્કી કરશે.
પ્રતાપ સિન્હાએ દેશદ્રોહી ગણાવતા પોસ્ટર વિશે બોસતા કહ્યું હતું કે મારા માટે જનતા જ જજ છે. તે જ નક્કી કરશે કે હું દેશભક્ત છું કે નહીં. મેં તેના નિર્ણય પર બધું છોડી દીધું છે. આના પર મારે વધુ કંઈ કહેવાનું નથી. નોંઘનીય છે કે સંસદની સુરક્ષામાં ખામીની ઘટના બાદ કોંગ્રેસ અને અન્ય કેટલાક સંગઠનોએ સિન્હાનો વિરોધ કર્યો હતો. જ્યારે તેમને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું કે શું પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે, ત્યારે સિન્હાએ કહ્યું હતું કે મારે જે કહેવું હતું તે કહી દીધું છે. આ મુદ્દે મારે વધુ કંઈ કહેવું નથી.
ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બરે લોકસભા ગૃહમાં ઘૂસી ગયેલા વિરોધીઓ સાંસદ પ્રતાપ સિન્હાના કાર્યાલય દ્વારા જારી કરાયેલ પાસ સાથે સંસદમાં પ્રવેશ્યા હતા અને ગૃહમાં કેનમાંથી ધુમાડો છોડ્યો હતો. આરોપીની આ કાર્યવાહીથી સંસદમાં હોબાળો મચી ગયો હતો. જો કે બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે અને તે તમામ હાલ પોલીસ અને ન્યાયિક કસ્ટડીમાં છે.