માઉન્ટ એવરેસ્ટ પર ભયાનક બરફનું તોફાન: 850થી વધુ પર્વતારોહક અને ગાઈડને સુરક્ષિત બચાવાયા

બીજિંગ (ચીન): માઉન્ટ એવરેસ્ટ પર ત્રણ દિવસથી આવેલા બરફના ભયાનક તોફાનમાં ફસાયેલા લગભગ 850થી વધુ પર્વતારોહકો, ગાઈડ અને કુલીઓને સેંકડો ગ્રામીણો અને બચાવ દળો દ્ધારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચીનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી હતી.
સ્થાનિક સરકારે મંગળવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ તિબ્બત સ્વાયત્ત પ્રદેશના શિગાઝે શહેરના ડિંગરી કાઉન્ટીમાં ભારે હિમવર્ષામાં ફસાયેલા તમામ પર્વતારોહકો અને સ્થાનિક કર્મચારીઓ સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે.
આપણ વાંચો: માઉન્ટ એવરેસ્ટ બેઝકેમ્પ પર 63 વર્ષના ગુજરાતી દાદી: જાણો તેમની પ્રેરણાદાયક સિદ્ધિ!
સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક ગાઈડ્સ અને યાક પશુપાલકો સહિત કુલ 580 પર્વતારોહકો અને 300થી વધુ કર્મચારીઓ સુરક્ષિત રીતે ક્યૂડેંગ ટાઉનશીપ અને નજીકના વિસ્તારોમાં પહોંચી ગયા છે, જ્યાં અધિકારીઓ તેમની પરત ફરવાની યાત્રાની વ્યવસ્થા કરી રહ્યા છે.
અગાઉ અહેવાલ આપ્યો હતો કે માઉન્ટ એવરેસ્ટની તિબ્બત બાજુએ બરફના તોફાનમાં એક પર્વતારોહકનું મૃત્યુ થયું હતું. બરફના તોફાને રજાઓ માણવા આવેલા 1,000થી વધુ ટ્રેકર્સ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા ચીનમાં 1 ઓક્ટોબરથી શરૂ થયેલી આઠ દિવસની રજા દરમિયાન હજારો પર્વતારોહકો તિબ્બતમાં નેશનલ ડે અને શરદ ઉત્સવની ઉજવણી માટે ઉમટી પડ્યા હતા.
આપણ વાંચો: વરેસ્ટના બાદશાહઃ શેરપા ગાઇડે ૩૧મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી રેકોર્ડ કર્યો
શનિવારથી શરૂ થયેલા બરફના તોફાનમાં ભારે બરફ પડ્યો હતો જેના કારણે તંબુઓ તૂટી ગયા હતા અને રસ્તાઓ દટાઈ ગયા હતા. જેના કારણે પર્વતારોહકો માટે નીચે ઉતરવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું, જેમાં મોટાભાગના ચીની નાગરિકો હતા.
સરકારી બ્રોડકાસ્ટર સીસીટીવીએ બુધવારે રિપોર્ટમાં કહ્યું હતું કે ટીંગરી કાઉન્ટીના બચાવ કર્મચારીઓની મદદથી એક ડઝન વધુ પર્વતારોહકો ઉતરતા સમયે સુરક્ષિત એક સ્થળે પહોંચી ગયા હતા.
રવિવારે શિગાત્સે શહેરના અધિકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર જાહેરાત કરી હતી કે ટિંગરી કાઉન્ટીના અધિકારીઓએ બેઝ કેમ્પમાં ફસાયેલા ટ્રેકર્સનો સંપર્ક કરવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે ટીમો તૈનાત કરી છે. જો કે, સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે અચાનક આવેલા બરફના તોફાનથી અનુભવી પર્વતારોહકો પણ ડરી ગયા હતા.