મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુખદુલ સિંહની કેનેડામાં હત્યા
ચંદીગઢ/નવી દિલ્હી: કેનેડાના શહેર વિનીપેગમાં અજાણ્યા ઇસમો દ્વારા પંજાબના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંના એક ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની હત્યા કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ આંતર-ગેંગ દુશ્મનાવટનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. કેનેડાના સમય મુજબ તેની હત્યા બુધવારે રાત્રે થઈ હતી.
કેનેડા સ્થિત ગેંગસ્ટર સુખાની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતના ઓછામાં ઓછા ૧૮ કેસ હતા.
તે વિદેશી ધરતી પરથી ગેંગની ગતિવિધિઓનું સંચાલન કરતો હતો અને તેના સ્થાનિક સંપર્કો દ્વારા પંજાબ અને પડોશી વિસ્તારોમાં ખંડણી રેકેટ ચલાવવામાં, હરીફ ગેંગના સભ્યોની હત્યામાં અને તેના વિદેશી-આધારિત સહયોગીઓના નેટવર્કનું સંચાલન કરવામાં પણ સામેલ હતો.
એની સામે ૨૦૨૨માં લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયનની હત્યાના સંબંધમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.