નેશનલ

પદ્મ પુરસ્કારથી સન્માનિત 70 થી વધુ ડોક્ટરોએ વડા પ્રધાન મોદીને પત્ર લખી આ માંગ કરી

નવી દિલ્હી: કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder case) બાદ દેશભરમાં આક્રોશ છે, એવામ પદ્મ પુરસ્કારથી સન્માનિત 70 થી વધુ ડોકટરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને (Letter to PM Modi) તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ સામે વધી રહેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વડા પ્રધાનને આ ગંભીર મુદ્દે નક્કર પગલાં લેવા વિનંતી કરી છે. ડોકટરો દ્વારા લખવામાં આવેલા પત્રમાં હાલના કાયદા હેઠળ ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.

નાગરિક પુરસ્કારથી સન્માનિત આ ડોકટરોએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે વિરોધ અને લોકોનો ગુસ્સો શમી ગયા પછી અને સ્થિતિ સામાન્ય થઈ જાય પછી પણ આ મુદ્દાને ભૂલવો જોઈએ નહીં. તેમણે લખ્યું છે કે આ મુદ્દા પર બોલવાની પણ અમારી જવાબદારી છે અને નાગરિકોની તરફેણમાં યોગ્ય પગલાં લેવા જોઈએ.

વડા પ્રધાનને સંબોધિત પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં ડૉ. હર્ષ મહાજન, ડૉ. અનૂપ મિશ્રા, ડૉ. મોહસીન વાલી, ડૉ. પ્રદીપ ચૌબે, ડૉ. અશોક સેઠ, ડૉ. રણદીપ ગુલેરિયા, ડૉ. બલરામ ભાર્ગવ, ડૉ. શિવ કુમાર, ડો.યશ ગુલાટી, આયુર્વેદાચાર્ય અને ડો.દેવેન્દ્ર ત્રિગુણાનો સમાવેશ થાય છે.

પત્રમાં માંગ કરવામાં આવી છે કે યૌન હિંસા અને જાતીય સતામણીના ગુનાઓ માટે સમયબદ્ધ અને કડક સજા સુનિશ્ચિત કરવામાં આવે. હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ.કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હેલ્થ કેર વર્કર્સ માટે બનાવેલા વિશેષ કાયદાઓને ફરજિયાતપણે લાગુ કરવા જોઈએ.

આરજી કાર હોસ્પિટલમાં રાત્રીના સમયે તોડફોડના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 37 પર પહોંચી ગઈ છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button