ટોપ ન્યૂઝનેશનલ

મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2800થી વધુ લોકોના મોત

મોરોક્કોમાં ગત શુક્રવારે આવેલા છ દાયકાના સૌથી ભયંકર ભૂકંપે વિનાશ વેર્યો, ભૂકંપને કરને મૃત્યુઆંક 2800ને પાર પહોંચ્યો છે. રાહત અને બચાવ દળો કાટમાળ નીચે દબાયેલા જીવિત લોકોની શોધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ ભયાનક દુર્ઘટનામાં લગભગ 3,000થી વધુ લોકો માર્યા ગયા છે, ભૂકંપે એટલાસ પર્વતોના ગામડાઓને નષ્ટ કરી દીધા છે.

સ્પેન, બ્રિટન અને કતરની રેસ્કયુ ટીમો સ્થાનિક પ્રસાશન સાથે મળીને બચાવ અભિયાન ચલાવી રહી છે. બચેલા લોકોએ હાજુ પણ રાત રસ્તાઓ પર સુઈને વિતાવી રહ્યા છે. સરકારી સમાચાર એજન્સીએ જણવ્યું કે મૃત્યુઆંક 2,862એ પહોંચ્યો છે અને 2,562 લોકો ઘાયલ છે. બચાવ દળો હજુ સુધી ઘણા દુર્ગમ વિસ્તારો સુધી પહોંચ્યા નથી, તેથી મૃત્યુઆંક હજુ વધુ વધશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે આ આપત્તિથી ત્રણ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સ્પેને જણાવ્યું હતું કે તેમના 56 અધિકારીઓ અને ચાર સ્નિફર ડોગ મોરોક્કો પહોંચ્યા હતા, જ્યારે હજુ 30 જવાનોની ટીમ બીજી ટીમ અને ચાર સ્નિફર ડોગ મોરોક્કો જવા તૈયાર છે. બ્રિટને કહ્યું કે તેઓ સર્ચ એન્ડ રેસ્કયુ ઓપરેશનના 60 નિષ્ણાતો અને ચાર સ્નિફર ડોગ તેમજ ચાર વ્યક્તિની તબીબી સર્વેક્ષ ટીમ તૈનાત કરી રહ્યું છે. કતારે તેની શોધ અને બચાવ ટીમ મોરોક્કો મોકલી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button