ઈદનો ચાંદ દેખતા ઉજવણી શરુ, આવતી કાલે ઉજવાશે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર

નવી દિલ્હી: ઇસ્લામના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ભારતમાં આવતી કાલે 31 માર્ચમાં રોજ (Eid al-Fitr) કરવામાં આવશે. આજે રવિવારે સાંજે ઈદનો ચાંદ દેખતા આવતી કાલે સોમવારે ઈદ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.
ઈદનો ચાંદ દેખાયા બાદ મૌલાના ખાલિદ રશીદે જણાવ્યું હતું કે 30 માર્ચે ઈદનો ચાંદ દેખાયો, 31 માર્ચે દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવશે. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6.45 વાગ્યે નમાઝ અદા કરવામાં આવશે.

લોકો ઘણા દિવસોથી ઈદના ચાંદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાંદ દેખાયા પછી લોકો એકબીજાને ઇદ મુબારકની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ચંદ્ર દેખાતાની સાથે જ ખુશીનો માહોલ છવાઈ ગયો. લોકો એકબીજાને ગળે લગાવીને અભિનંદન આપી રહ્યા છે.
આપણ વાંચો: સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ દેખાયો; ભારતમાં 31મીએ ઉજવાશે ઈદ…
ઈદનો ચાંદ દેખાયા બાદ બજારોમાં રોનક વધી ગઈ છે. લોકો મીઠાઈઓની ખરીદી કરી રહ્યા છે. ઘરોમાં સેવૈયા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ તહેવાર રમઝાન મહિનાના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે, રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે, આ મહિનામાં લોકો રોઝા રાખે છે. ઈદ-ઉલ-ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે.
આજે રવિવારે ચિત્તર નવરાત્રી શરૂ થવાને કારણે મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. બંને તહેવારોને ધ્યાનમાં રાખીને, દેશભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.