સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, વિપક્ષ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દે સરકારને ઘેરશે | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, વિપક્ષ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દે સરકારને ઘેરશે

નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે. આ સત્રમાં વિપક્ષ સરકારને બિહાર વોટર વેરીફિકેશન, પહલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દાઓ પર સરકાર પર પસ્તાળ પાડશે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 20 વારથી વધુ યુદ્ધ વિરામ કરાવવાના નિવેદન મુદ્દે પર સરકારને સવાલ પૂછશે. જોકે, સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે પીએમ મોદીને સંસદમાં આ મુદ્દે જવાબ આપે માંગ કરી હતી.

કોંગ્રેસે પોતાની માંગ મૂકી

જોકે, સંસદ શરુ થાય તે પૂર્વે વિપક્ષ કોંગ્રેસે પોતાની માંગ મૂકી છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગાઈએ કહ્યું કે અમારી માંગ છે કે અમે અનેક વિશેષ વિષય સંસદ સત્રમાં ઉઠાવીશું. જે ખુબ મહત્વના છે. જેમાં પહલગામ આતંકી હુમલો મહત્વનો છે. જેમાં સરકારે પોતાની ભૂલ કબુલ કરીને પોતાની વાત સંસદમાં મુકવી જોઈએ

સંસદમાં નિયમ મુજબ ચર્ચા

જોકે, રવિવારે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરન રિજજુએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તમામ મુદ્દાઓ પર સંસદમાં નિયમ મુજબ ચર્ચા માટે તૈયાર છે. સરકાર કોઇપણ ચર્ચામાં પીછેહઠ નહિ કરે.

તમામ પક્ષો દળોની વાત સાંભળી

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજજુએ જણાવ્યું કે આ બેઠકમાં સરકારે તમામ પક્ષો દળોની વાત સાંભળી છે. તેમણે કહ્યું કે વિપક્ષની માંગ હતી કે પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા દરમિયાન પીએમ મોદી હાજર રહે. તેમણે કહ્યું કે પીએમ મોદી ગૃહમાં હાજર હોય છે તે ભલે સીધી રીતે ચર્ચામાં હિસ્સો ના લેતા હોય.

આ પણ વાંચો…સંસદનું ચોમાસુ સત્ર ગરમાશે: I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં 24 પક્ષોએ સરકારને ઘેરવા મુદ્દાઓ નક્કી કર્યા!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button