ટોપ ન્યૂઝનેશનલ

Parliament ના  મોનસુન સત્રનો 22 જુલાઇથી પ્રારંભ, મજબૂત વિપક્ષ બનશે પડકાર  

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકાર બની છે. હવે લોકોની નજર સંસદ સત્ર (Monsoon Session)પર છે. જ્યાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંસદનું(Parliament)ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. સરકાર ચોમાસુ સત્ર દરમિયાન નાણાકીય વર્ષ 2024-2025 માટે સંપૂર્ણ બજેટ પણ રજૂ કરી શકે છે. જો કે આ વખતે કેન્દ્ર સરકારે મજબૂત વિપક્ષનો સામનો કરવો પડશે. આ વખતે સંસદમાં વિપક્ષ સરકાર માટે પડકાર બનશે.

બજેટને લઈને વિવિધ મંત્રાલયો સાથે બેઠક

ચૂંટણી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે નાણા મંત્રાલય 17 જૂન સુધીમાં બજેટને લઈને વિવિધ મંત્રાલયો સાથે બેઠક શરૂ કરશે.

22 જુલાઈથી ચોમાસુ સત્ર

આ અગાઉ , સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજુજુએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. આ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. લોકસભાના અધ્યક્ષ માટે પણ ચૂંટણી થશે. આ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધનથી થશે. આ પછી 22 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થશે.

દેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં એક

1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024-25 રજૂ કર્યું હતું, જેમાં છેલ્લા 10 વર્ષો દરમિયાન સરકારની આર્થિક સિદ્ધિઓ અને જે રીતે દેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં પ્રમુખ સ્થાને છે.

સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત પ્રોત્સાહન તરફ

નાણામંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત પ્રોત્સાહન આપીને રોજગાર નિર્માણ પર છે. આ ઉપરાંત તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને સૌથી ગરીબ પરિવારોને પ્રાથમિકતા આપવાની વાત પણ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર