આપણું ગુજરાતઆમચી મુંબઈનેશનલ

Monsoon 2024 : દિલ્હીમાં ફરી વરસાદ શરૂ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરનું સંકટ, જાણો અન્ય રાજ્યોના હાલ

નવી દિલ્હી : ઉત્તર ભારતના શ્રાવણ માસના આગમાન સાથે ઘણાં રાજ્યોમાં હવામાન ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં પણ જોરદાર વરસાદ(Monsoon 2024)વરસાવી રહ્યા છે. જો કે તે પછી પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ યથાવત છે. પહાડી વિસ્તારમાં વરસાદ રૌદ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. જેમાં ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેના કારણે ત્યાંનું જનજીવન પ્રભાવિત થયું છે.

દિલ્હી-NCRમાં વરસાદ

શુક્રવારે સવારે પણ દિલ્હી-એનસીઆરમાં વરસાદ શરૂ થયો છે. હવામાનમાં ઠંડીની અસર જોવા મળી રહી છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દેહરાદૂનમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે શુક્રવારે દેહરાદૂનમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદનો કહેર

હવે વરસાદે લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેને જોતા હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે મુંબઈ, પાલઘર, થાણે અને રત્નાગીરીમાં ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.આ સિવાય દેહરાદૂનમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વરસાદના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી રહી છે. ટ્રેનોની સ્પીડ ઘટી છે. ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.

આ રાજ્યોમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં ચોમાસાએ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યો અલગ-અલગ છે પરંતુ ચિત્ર લગભગ દરેક જગ્યાએ સમાન છે. દરેક જગ્યાએ લોકો વરસાદ અને પૂરનો કહેર જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પુણે શહેર એક ટાપુ બની ગયું છે. કોલ્હાપુરમાં બધું ડૂબી ગયું છે. રાયગઢમાં વરસાદી પાણી પૂર બનીને તબાહી મચાવી રહ્યું છે. મુંબઈના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. નવી મુંબઈની સ્થિતિ પણ આવી જ છે. જેના કારણે નદી કિનારે આવેલી દુકાનો, રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને મેટ્રોની અંદરના ભાગમાં પણ પાણી ભરાઈ ગયા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?