નેશનલસ્પેશિયલ ફિચર્સ

શશિ થરૂરના ખોળામાં બેસી ગયા કપિરાજ અને પછી…

સોશિયલ મીડિયામાં હાલ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, તેમની તસવીરો પર યુઝર્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વાંદરા સાથેની તેમનો આ મુલાકાતના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યા છે. ફોટોમાં શશિ થરૂરના ખોળામાં એક વાંદરો બેઠો જોવા મળે છે. આગળના ફોટામાં, વાંદરો તેની છાતીને વળગીને સૂતો જોવા મળે છે.

આ પણ વાંચો : બ્રિટને પણ સ્વીકાર્યું Bangladesh માં હાલાત ખરાબ, નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી…

તેમની પોસ્ટના દ્રશ્ય જોયા બાદ સોશિયલ મીડિયામાં યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘જ્યારે હું બગીચામાં બેઠો બેઠો ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો ત્યારે એક વાંદરો આવ્યો અને સીધો મારા ખોળામાં બેસી ગયો. તેણે અમારા દ્વારા આપેલા કેળા ખાધા, પછી મને ગળે લગાવી અને મારી છાતી પર માથું રાખીને સૂઈ ગયો.

https://twitter.com/MjaitlyC/status/1864253169934717449

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આગળ લખ્યું, ‘વન્યપ્રાણી પ્રત્યેનું સન્માન આપણામાં ખૂબ ઊંડે સુધી વ્યાપેલુ છે. ઊંઘનું ઝોલું ખાઈને વાંદરો કૂદકો મારીને ભાગી ગયો. હું ખુશ છું કે મારી માન્યતા સાચી સાબિત થઈ અને અમારી મુલાકાત સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌમ્ય હતી. તેમની આ પોસ્ટને યુઝર્સ ખૂબ જ લાઇક કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button