કલાકો સુધી સ્ક્રોલ કરો અને પૈસા કમાઓ! આ કંપની કરી રહી છે ‘ડૂમ-સ્ક્રોલર્સ’ની ભરતી

મુંબઈ: કલાકો સુધી મોબાઈલ સ્ક્રિન પર સ્ક્રોલ કરતા રહેતા લોકોને સ્વજનોની વઢ ખાવી પડતી હોય છે, પરંતુ આવા “ડૂમ-સ્ક્રોલર” માટે એક નોકરીની જાહેરાત કરવામાં (Recruitment for doom scrollers) આવી છે. એક એન્ટરટેઈનમેન્ટ કંપની કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી શકે એવા સ્ક્રોલર્સને શોધી રહી છે. જો તમે પણ આવા “ડૂમ-સ્ક્રોલર” છો, તો આ નોકરી માટે અરજી કરી શકો છો.
મોન્ક એન્ટરટેઈનમેન્ટ નામની એક કંપનીએ સ્ક્રોલર્સ માટે ભરતી બહાર પાડી છે. કંપનીના કો-ફાઉન્ડરે લિંક્ડઇન પર આ ભરતી અંગે જાહેરાત કરી છે.
ડૂમ-સ્ક્રોલર એટલે શું?
મોબાઈલ ફોનની સ્ક્રિન સામે કલાકો સુધી તાકી રહેતા અને સોશિયલ મડિયા પર એક બાદ એક નકારાત્મક પોસ્ટ જોતા રહેતા લોકોને ડૂમ-સ્ક્રોલર કહેવામાં આવતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વધુ સમય વિતાવતા લોકોને પણ ડૂમ-સ્ક્રોલર કહેવામાં આવે છે. ડૂમ-સ્ક્રોલર સતત ચાલતી ફીડ અલ્ગોરિધમના લૂપમાં ફસાય જતા હોય છે.
મોન્ક એન્ટરટેઈનમેન્ટના કો-ફાઉન્ડરે લિંક્ડઇન પર લખ્યું “મોન્ક-ઈ ખાતે ડૂમ-સ્ક્રોલર્સની ભરતી.” નોકરી મેળવવા માટે વ્યક્તિ પાસે જરૂરી સ્કિલ જણાવતા તેમણે લખ્યું, “ડૂમ-સ્ક્રોલ કરો અને ક્રિએટર વોર્લ્ડની નવીનતમ બાબતોથી વાકેફ રહો.”
આ નોકરી માટે જરૂરી લાયકાતો:
પોસ્ટમાં લખવામાં આવ્યું કે આ નોકરી માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા છ કલાક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર સ્ક્રોલ કરવું પડશે. ફક્ત વાતથી કામ નહીં ચાલે, તમારા દાવાને સાબિત કરવા સ્ક્રીનશોટ મોકલવા પડશે.
અરજી કરનાર ક્રિએટર્સ અને ક્રિએટર કલ્ચર સાથે ઓબ્સેસ હોવો જોઈએ, દરેક નવા ક્રિએટરને જાણતો હોવો જોઈએ. આજકાલ, Reddit ઘણી ચર્ચાઓ થતી હોય, તેથી રસ ધરાવતો ઉમેદવાર Reddit પર InstaCelebsGossipને સવારના અખબારની જેમ વાંચતો હોવો જોઈએ.
પોસ્ટમાં જણાવવાના આવ્યું કે, ઉમેદવાર હિન્દી અને અંગ્રેજી સારી રીતે બોલી શકવો જોઈએ અને તેને એક્સેલનો ઉપયોગ કરતા આવડવું જોઈએ.
આ નોકરી મુંબઈ સ્થિત ફુલ-ટાઈમ નોકરી છે. જોકે પોસ્ટમાં પગાર ધોરણ અંગે જાહેરાત કરવામાં આવી ન હતી.
યુઝર્સના રીએક્શન:
કંપનીના કો ફાઉન્ડરની લિંક્ડઇન પોસ્ટ પર ઘણી બધી રમુજી કમેન્ટ કરવામાં આવી છે. એક યુઝરે લખ્યું “શું 19 કલાક ચાલશે કે શું હું ઓવર ક્વોલિફાઈડ છું?”
અન્ય એક યુઝરે લખ્યું, “વાહ, સમય ખરેખર બદલાય ગયો છે. એક સમયે, ‘સોશિયલ મીડિયાનું વ્યસન ખરાબ વાત હતી. હવે, તેનાથી ફૂલ ટાઈમ નોકરી મળે છે.”