નેશનલ

નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાનો લાભ મળતા મની લૉન્ડરિંગના આરોપીને જામીન

મુંબઈ: અગાઉના સીઆરપીસી કાયદા હેઠળ બે વખત જામીન નકારાયા બાદ મની લોન્ડરિંગના આરોપીએ નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) હેઠળ અરજી કરતા પીએમએલએની વિશેષ અદાલત તરફથી તેને રાહત મળી હતી.

અરજદાર વિનોદ ચતુર્વેદી સામેના પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળના કેસની સુનાવણી વખતે આરોપી તરફથી દલીલ કરવામાં આવી હતી કે બીએનએસએસ હેઠળ પ્રથમ વખતનો ગુનેગાર તેની વધુમાં વધુ સજાના એક તૃતિયાંશ સજા કાપ્યા બાદ જામીનની માગણી કરી શકે છે.

આ પણ વાંચો: SCએ મની લોન્ડરિંગ કેસમાં અબ્બાસ અન્સારીને જામીન આપ્યા

ઉશર એગ્રો લિ. અને અન્ય કંપનીઓના એમડી ચતુર્વેદીની સપ્ટેમ્બર, ૨૦૨૦માં ૯૧૫.૬૫ કરોડ રૂપિયાના બૅંક ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ તેણે જૂના ક્રિમિનલ પ્રોસિઝર કોડ (સીઆરપીસી) કાયદા હેઠળ જામનીની માગણી કરી હતી જેને પીએમએલએની વિશેષ અદાલત અને બૉમ્બે હાઇ કોર્ટે નકારી કાઢી હતી.

બીએનએસએસ અમલમાં આવ્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર થયો છે, એમ જણાવતી નવી અરજી ચતુર્વેદીએ પીએમએલએ કોર્ટમાં કરી હતી ત્યાર બાદ કોર્ટે બુધવારે તેને રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા.

બીએલએસએસ હેઠળની જોગવાઇઓ સુધારણા થઇ રહેલા પાત્ર માટે આધુનિક વિચારસરણી ધરાવે છે અને સીઆરપીસીમાંથી મુક્તિ આપે છે, ખાસ કરીને જામીનની માગણી કરી રહેલા તથા કાચાકામના કેદીઓને રાહત આપે છે. 
(પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button