Video: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

જયપુરઃ શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે.
તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્યાગની પરંપરાની યાદ અપાવી હતી. તેમણે કહ્યું, ભારતના ઈતિહાસમાં ભગવાન શ્રીરામથી લઈ ભામાશાહ જેવા મહાન વ્યક્તિઓએ ત્યાગ અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આપણ વાંચો: ‘અત્યાચારીઓનો વધ કરવો એ આપણો ધર્મ છે’; મોહન ભાગવતે મોદીને આપી સલાહ?
ભારતને વિશ્વનો સૌથી પ્રાચીન દેશ ગણાવ્યો
મોહન ભાગવતે કહ્યું, વિશ્વને ધર્મ શીખવવો ભારતનું કર્તવ્ય છે. ધર્મના માધ્યમથી માનવતાની ઉન્નતિ થઈ શકે છે. તેમણે હિન્દુ ધર્મની ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનીને કહ્યું, વિશ્વ કલ્યાણ આપણો મુખ્ય ધર્મ છે. ભારતને વિશ્વનો સૌથી પ્રાચીન દેશ ગણાવીને કહ્યું, ભારતની ભૂમિકા મોટાભાઈ જેવી છે.
વિશ્વ કલ્યાણ માટે શક્તિ હોવી જરૂરીઃ મોહન ભાગવત
તેમણે એમ પણ કહ્યું, ભારત વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. ભારત કોઈ સાથે દ્વેષ નથી રાખતું પરંતુ જ્યાં સુધી તમારી પાસે શક્તિ નહીં હોય ત્યાં સુધી વિશ્વ પ્રેમની ભાષા નહીં સમજે. વિશ્વ કલ્યાણ માટે શક્તિ હોવી જરૂરી છે અને આપણી તાકાત વિશ્વએ જોઈ છે.
આપણ વાંચો: OTT વિશે RSSના વડા મોહન ભાગવતે કહી મોટી વાત, નૈતિકતા ભ્રષ્ટ થવા વિશે કહ્યું કે…
મોહન ભાગવતે એમ પણ કહ્યું, શક્તિ જ એવું માધ્યમ છે જેનાથી વિશ્વમાં ભારત પોતાની વાત પ્રભાવી રીતે રાખી શકે છે. આ ઉપરાંત તેમણે સંત સમાજની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ઋષિ પરંપરાને જીવંત રાખીને સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરી રહ્યા છે.