નેશનલ

હિંદુઓ સામેના અત્યાચારો અંગે મોહન ભાગવતે આપ્યું મહત્ત્વનું નિવેદન

નાગપુર: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયને લક્ષ્ય બનાવી તેમના પર થઈ રહેલા હુમલાઓના વાતાવરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અધ્યક્ષ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ વિના કારણ હિંસાનો ભોગ બની રહ્યા છે અને ઉમેર્યું હતું કે હિન્દુઓએ કોઈ અન્યાય અને અત્યાચારનો સામનો ન કરવો પડે એની જવાબદારી આપણા દેશની છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે નાગપુરના મહાલ વિસ્તારમાં આરએસએસના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.

ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે ‘આવનારી પેઢીની ફરજ છે કે તે સ્વતંત્રતાના ‘સ્વ’નું રક્ષણ કરે કારણ કે વિશ્વમાં કાયમ એવા લોકો હોય છે જે અન્ય દેશો પર પ્રભુત્વ મેળવવા માગતા હોય છે. આપણે સજાગ અને સાવચેત રહેવું પડશે અને તેમનાથી આપણી જાતનું રક્ષણ કરવું પડશે.’

બાંગ્લાદેશનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે ‘પરિસ્થિતિ બદલાતી રહે છે ક્યારેક અનુકૂળ હોય તો ક્યારેક અમુક લોકો માટે પ્રતિકૂળ હોય. આ ચડાવ-ઉતાર ચાલ્યા કરવાના. હાલ આપણે એવી પરિસ્થિતિ જોઈ શકીએ છીએ. પડોશી દેશમાં ભારે હિંસા થઈ રહી છે અને ત્યાં રહેતા હિન્દુઓ કોઈ કારણ વિના આક્રમકતાનો સામનો કરી રહ્યા છે.’

આ પણ વાંચો : બાંગ્લાદેશ અને બંગાળ બળાત્કાર કેસ વિષે વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?

આરએસએસના અધ્યક્ષે એ વાત પર ધ્યાન દોર્યું હતું કે ‘બીજાને મદદ કરવાની ભારતની પરંપરા છે. છેલ્લા કેટલાક વર્ષોમા ભારતે ક્યારેય કોઈ પર આક્રમણ નથી કર્યું. મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી છે, તેઓ કેવું વર્તન રાખે છે એને ધ્યાનમાં નથી લીધું. આ પરિસ્થિતિમાં આપણો દેશ સુરક્ષિત રહે અને સાથે જ અન્ય દેશોની મદદ કરે એના પર ધ્યાન આપવું પડશે.’ 
(પીટીઆઈ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ