ટોપ ન્યૂઝનેશનલ

બાંગ્લાદેશ અને બંગાળ બળાત્કાર કેસ વિષે વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?

નવી દિલ્હી: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી અને પશ્ચિમ બંગાળમાં મેડીકલ સ્ટુડન્ટ સાથે બળાત્કારની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હું બાંગ્લાદેશ અંગે લોકોની ચિંતા સમજું છું. પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. આશા છે કે ત્યાંના હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ભારત હંમેશા ઈચ્છે છે, કે પડોશી દેશ શાંતિના માર્ગે ચાલે. અમે આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રામાં મહત્વની ભૂમિકા ભજવવાના છીએ. અમે માનવ સુખાકારી વિશે વિચારનારા લોકો છીએ.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ચિંતાની બાબતો પણ સામે આવે છે, હું મારું દુઃખ વ્યક્ત કરવા માંગુ છું કે એક સમાજ તરીકે આપણે ગંભીરતાથી વિચારવું પડશે. હું સમજી શકું છું કે દીકરીઓ પ્રત્યે જે ભાવનાઓ બની રહી છે. સમાજ, દેશ, રાજ્ય સરકારોએ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ. આવા ગુના કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ, આ જરૂરી છે. હું એ પણ કહેવા માંગુ છું કે જ્યારે બળાત્કારની ઘટના બને છે,તે મીડિયામાં પ્રકાશિત થાય છે. પરંતુ જ્યારે સજા આપવામાં આવે છે,તેની ચર્ચા થતી નથી. તેની ચર્ચા થવી જોઈએ, જેથી આરોપીઓને સજા મળે તે જરૂરી છે કે મનમાં ભય પેદા થાય.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ વાત પણ સાચી છે કે કેટલાક લોકો એવા હોય છે જે વિકાસ જોઈ શકતા નથી. કેટલાક લોકો ભારતના ભલા વિશે વિચારી શકતા નથી. જ્યાં સુધી પોતાની જાતનું કલ્યાણ ન હોય ત્યાં સુધી અન્યનું ભલું ન લાગે, આવા લોકોની કોઈ કમી નથી. આવા લોકોથી બચવું જોઈએ, આવા મુઠ્ઠીભર લોકોને છોડી દો, તેઓ વિનાશનું કારણ બને છે. તેઓ અરાજકતાનો માર્ગ અપનાવે છે. દેશને ઘણંુ નુકસાન થાય છે. હું દેશને કહેવા માંગુ છું કે આપણે દેશની સેવા કરવી જોઈએ. સારા ઈરાદા અને ઈમાનદારી સાથે અમે દરેકના દિલ જીતીને આગળ વધવાના છીએ.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે અંદર પણ પડકારો છે, બહાર પણ પડકારો છ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ પડકારો વધતા જશે, હું આ વિશે જાણું છું. આપણે દુનિયાને ક્યારેય યુદ્ધમાં ધકેલી નથી, ભારતના આગળ વધવાથી દુનિયાને ચિંતા ના કરવી જોઈએ. ભારતના મૂલ્યોને સમજો. ભારતનો ઈતિહાસ સમજો. પરંતુ તેમ છતાં હું દેશને કહેવા માંગુ છું કે ગમે તેટલો મોટો પડકાર હોય. પડકારનો સામનો કરવો એ ભારતનો સ્વભાવ છે. અમે 140 કરોડ ભારતીયોનું ભાવિ નક્કી કરવા માટે સખત મહેનત કરીશું, અમે ખરાબ ઇરાદા ધરાવનારાઓને હરાવીશું.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે હું પેરિસ સમજૂતીને ભૂલ્યો નથી. આજે હું દરેકને મારા દેશની તાકાત વિશે જણાવવા માંગું છું. જે જી-20 ઘણા દેશો નથી કરી શક્યા તે ભારતે કરી બતાવ્યું છે. અમે જે પણ લક્ષ્ય નક્કી કર્યું છે, તે સમય પહેલા પૂરું કર્યું છે. એટલે જ આપણે ગર્વ અનુભવીએ છીએ. અમે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 500 ગીગાવોટ સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. દેશને મહાન બનાવવામાં બંધારણ મહત્વનું રહ્યું છે. ભારતની લોકશાહીને મજબૂત બનાવવામાં બંધારણ યોગદાન છે. દલિતોને સુરક્ષા આપવાનું કામ બંધારણે કર્યું છે. હવે તે 75 વર્ષ પૂરા કરી રહ્યું છે તેની ફરજો સમજવી જરૂરી છે. કેન્દ્રની પણ ફરજો છે, રાજ્ય સરકારોની પણ, દરેક સંસ્થાની ફરજો છે, પરંતુ સાથે સાથે દેશની 140 કરોડ જનતાની પણ ફરજ છે. જો દરેક ફરજોનું પાલન કરશે તો દરેકનું રક્ષણ થશે, પછી અધિકારોનું રક્ષણ નિહિત બની જાય છે. કોઈ અલગ પ્રયાસ કરવાની જરૂર નથી., હું ઈચ્છું છું કે આનાથી આપણી લોકશાહી મજબૂત થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?