પંજાબના મોગામાં થયો ભયાનક અકસ્માત, ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા તમામ મુસાફરોના મૃત્યુ…

મોગા: પંજાબના મોગા જિલ્લામાં આજે જોરદાર માર્ગ અકસ્માત થયો છે. સવારે કાર અને ટ્રક સામસામે અથડાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ દુર્ઘટના આજે સવારે ત્રણના સુમારે મોગાના કડાહેવાલા ગામ પાસે બની હતી. આ અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોગા સિવિલ હોસ્પિટલ મોકલી દીધા છે અને મૃતકોની ઓળખ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એએસઆઈએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ત્રણ વાગે દિલ્હી નંબર ધરાવતી વર્ના કાર ડાંગર ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જેરગાર હતી કે પાંચસો મીટર દૂર પણ લોકોને તેનો અવાજ સંભળાયો હતો. તેમજ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
આજે સવારે રાજસ્થાનના દૌસામાં પણ એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં એક પેસેન્જર બસ કલ્વર્ટની રેલિંગ તોડીને રેલવે ટ્રેક પરથી 40 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નેશનલ હાઈવે-21 પર થયો હતો. આ અકસ્માત બાદ રેલવે ટ્રેક પર ટ્રેનોની અવરજવરને બંધ કરવામાં આવી હતી.