ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મોદીનો શપથ ગ્રહણ સમારોહ હવે 9 જૂને

શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સરકારના શપથ ગ્રહણની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કેબિનેટને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શપથ ગ્રહણ સમારોહ હવે 8 જૂનના બદલે 9 જૂને થઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે.

2014ની ચૂંટણીમાં ભાજપે મોદીના નેતૃત્વમાં 282 બેઠક જીતી હતી અને 2019ની ચૂંટણીમાં 303 બેઠક જીતીને પોતાના દમ પર બહુમતી મેળવી હતી. જોકે, આ વખતે NDAને 292 બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 240 બેઠક જીતી છે. આમ આ વખતે તેઓ બહુમતી આંકથી ઘણા પાછળ છે અને તેમને સહયોગી દળોની મદદથી ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડી છે.

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઇ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને દેશના પીએમ બન્યા હોય આ રેકોર્ડ અગાઉ જવાહરલાલ નહેરુને નામે હતો. હવે મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button