નેશનલ

લોકસભામાં મોદીનો હુંકાર `અબકી બાર, 400 પાર’

દેશનું આગામી 1,000 વર્ષનું ભાવિ ઘડનારા નિર્ણય લઇશું: વડા પ્રધાન

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દાવો કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ઓછામાં ઓછી 370 બેઠક મળશે અને અમારી શાસક યુતિ – એનડીએ 400થી વધારે બેઠક જીતશે. અબકી બાર, 400 પાર'. એનડીએની સરકાર ત્રીજી મુદતમાં દેશનું આગામી 1,000 વર્ષનું ભાવિ ઘડવાનો પાયો નાખતા નિર્ણય લેશે. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષો હતાશ થઇ ગયા છે અને તેઓએ સંસદમાં વિપક્ષ તરીકે હજી લાંબો સમય ચાલુ રહેવા મન મનાવી લીધું છે. અમારી સરકારની ત્રીજી મુદત શરૂ કરવા હવે બહુ સમયની રાહ જોવી નહિ પડે. મોદીએ જણાવ્યું હતું કે હું દેશનો મૂડ માપી શકું છું. દેશના મતદારો ભાજપના નેતૃત્વ હેઠળની યુતિને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત અપાવશે. રાષ્ટ્રપતિનો સંસદમાં પ્રવચન બદલ આભાર માનતી દરખાસ્ત પર લોકસભામાં થયેલી ચર્ચાના જવાબમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે હવે લોકસભાની ચૂંટણીને 100થી 125 દિવસ જ બાકી છે.અબકી બાર, ચારસો પાર’. અમારી યુતિને લોકસભાની 400થી વધુ બેઠક જીતવાનો વિશ્વાસ છે. કૉંગ્રેસના નેતા ખડગેએ પણ જાહેરમાં અમારા આ દાવાને સમર્થન આપ્યું હતું. કૉંગ્રેસને સારા વિપક્ષ તરીકે કામગીરી બજાવવાની તક મળી હતી, પરંતુ તેમાં તે નિષ્ફળ ગયો હતો. કૉંગ્રેસ સંસદના અંદાજપત્ર સત્રમાં અમુક રચનાત્મક સૂચન કરી શક્યો હોત, પરંતુ તેણે આ તક ગુમાવી હતી. કૉંગ્રેસે હવે દાયકાઓ સુધી સંસદમાં વિપક્ષ તરીકે જ રહેવું પડશે.
મોદીએ જણાવ્યું હતું કે વંશવાદમાં માનનારો કૉંગ્રેસ પક્ષ ચૂંટણીના વર્ષમાં સારા વિપક્ષની ભૂમિકા પણ ભજવી નથી શક્યો. કૉંગ્રેસ પક્ષ એક જ પ્રૉડક્ટ' અવારનવારવેચવા’ પ્રયાસ કરી રહ્યો હોવાથી તેણે હવે કદાચ પોતાની `દુકાન’ બંધ કરવી પડશે. ચૂંટણીના સમયે વિપક્ષે સારો દેખાવ કરવા થોડી વધુ મહેનત કરવી જોઇએ, પરંતુ તેમ થયું નથી. વિપક્ષની હાલની ખરાબ સ્થિતિ માટે પણ કૉંગ્રેસ જ જવાબદાર છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…