પીએમ મોદીએ કહ્યું દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત...
Top Newsનેશનલ

પીએમ મોદીએ કહ્યું દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત…

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે કહ્યું કે, દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ રહી છે.

તેમણે કહ્યું કે જીએસટી દરોમાં ઘટાડો નવરાત્રીના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે અને તેનાથી મોટી સંખ્યામાં ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થશે. તેમણે દેશવાસીઓને આવતીકાલથી શરૂ થતા નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

હવે ફક્ત 5 ટકા અને 18 ટકાના ટેક્સ સ્લેબ રહેશે

પીએમ મોદીએ જણાવ્યું કે, નેક્સ્ટ જનરેશનના જીએસટી સુધારા આવતીકાલથી અમલમાં આવી રહ્યા છે. જેમાં હવે ફક્ત 5 ટકા અને 18 ટકાના ટેક્સ સ્લેબ રહેશે.જેના લીધે રોજિંદા વસ્તુઓ વધુ સસ્તી બનશે.

જેના લીધે અનેક વસ્તુઓ અને સેવાઓ કરમુક્ત થશે અથવા નોંધપાત્ર રીતે સસ્તી થશે. તેમજ 99 ટકા વસ્તુઓ જે પહેલા 12 ટકાના સ્લેબમાં હતી તે હવે 5 ટકાના સ્લેબમાં આવી છે.

પીએમ મોદીએ મેઈડ ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદવા લોકોને અપીલ કરી

આ ઉપરાંત પીએમ મોદીએ મેઈડ ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદવા લોકોને અપીલ કરી છે. તેમણે દેશવાસીઓને કહ્યું કે
આપણે એવી વસ્તુઓ ખરીદવી જોઈએ જે ભારતમાં બનેલી હોય. જેમાં આપણા યુવાનોની મહેનત અને પરસેવો સામેલ હોય. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવવું પડશે.

તેમજ ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું. દરેક દુકાનદારે કહેવું જોઈએ કે હું સ્વદેશી વસ્તુઓ વેચું છું. તો જ ભારતનો વિકાસ થશે. તમામ રાજ્ય સરકારોને પણ વિનંતી છે કે તેઓ વિકસિત ભારત માટે સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંકલ્પને અપનાવે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button