બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરના નવા કેમ્પસનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પણ હાજર હતા. જ્યારે લોકોએ ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા ત્યારે પીએમ તેમની તરફ વળ્યા અને લોકો તરફ ઈશારો કરીને કહ્યું હતું કે “મુખ્ય મંત્રીજી ઐસા હોતા રહેતા હૈ” આ પછી વડા પ્રધાન હસ્યા અને સિદ્ધારમૈયા પોતાના માથા પર હાથ મૂકતા જોવા મળ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીનું નવું કેન્દ્ર પણ આમાં સામેલ છે.
Delighted to inaugurate @Boeing_In's Engineering & Technology Center in Bengaluru. This facility will serve as a hub for innovation and drive advancements in aviation. https://t.co/jqgAT78gwd
— Narendra Modi (@narendramodi) January 19, 2024
વડા પ્રધાને કહ્યું કે અમેરિકાની બહાર બોઈંગ કંપની દ્વારા આ પ્રકારનું સૌથી મોટું રોકાણ ભારતમાં થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આનાથી યુવાનોને નવી તકો મળશે અને તેમને એવિએશન સેક્ટર માં કામ કરવાની તક મળશે.
તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે બોઇંગનું કેમ્પસ 43 એકરમાં પથરાયેલું હશે, જેને બનાવવા માટે 1600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બોઇંગનું નવું સેન્ટર કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બેંગલુરુની બહારના ભાગમાં દેવનાહલ્લીમાં બનાવવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાને કહ્યું કે બોઇંગનું ટેક કેમ્પસ બેંગલુરુની આ છબિને મજબૂત કરશે. આ સુવિધા વૈશ્વિક ઉડ્ડયન બજારને નવી તાકાત આપશે. ભારતીયો આ સુવિધામાં ભાવિ એરક્રાફ્ટ ડિઝાઇન કરશે. કર્ણાટક માટે આ એક મોટો દિવસ છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ગયા વર્ષે એશિયાનું સૌથી મોટું હેલિકોપ્ટર ઉત્પાદન કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. કર્ણાટક એવિએશન હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. તેનાથી યુવાનોને નવી સ્કીલ્સ શીખવામાં મદદ મળશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારત STEM શિક્ષણનું કેન્દ્ર છે. મારા વિદેશ પ્રવાસ દરમિયાન એક નેતાએ પૂછ્યું કે શું સ્ત્રીઓ STEM નો અભ્યાસ કરે છે, મેં કહ્યું કે મહિલા વિદ્યાર્થીઓ પુરુષો કરતાં STEM નો વધુ અભ્યાસ કરે છે. અને, જ્યારે વડા પ્રધાને કહ્યું કે ભારતમાં સ્થિર સરકાર છે, ત્યારે સભામાં હાજર લોકોએ ‘મોદી-મોદી’ ના નારા લગાવવાનું શરૂ કર્યું. આના પર તેઓ સીએમ સિદ્ધારમૈયા તરફ વળ્યા અને હસીને કહ્યું, “મુખ્ય મંત્રીજી ઐસા હોતા રહેતા હૈ.” PM મોદીએ વધુમાં કહ્યું હતું કે નવા સેન્ટરથી રોજગારમાં વધારો થશે.