મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનને એવું તે શું કહ્યું કે ખડખડાટ હસી પડ્યાં? જુઓ વીડિયો | મુંબઈ સમાચાર

મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનને એવું તે શું કહ્યું કે ખડખડાટ હસી પડ્યાં? જુઓ વીડિયો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 બેઠક બાદ ક્રોએશિયા માટે રવાના થઈ ચુક્યા છે. આ પહેલા જી-7ની બેઠક દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. પીએમ મોદીએ તેમની સાથે વાત કરતી વખતે મજાક કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજકાલ તમે ટ્વિટર પર લડી રહ્યા છો? આ અંગેનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો.

શું છે મામલો

વડા પ્રધાન મોદીએ મંગળવારે કેનેડામાં જી-7 શિખર સંમેલન દરમિયાન ઇમેન્યુઅલ મેક્રોનને મળતા હતા. આ દરમિયાન તેઓ તેમની સાથે હાથ મિલાવતી વખતે કહ્યું કે, તમે આજકાલ ટ્વિટર પર લડી રહ્યા છો. બંને નેતાઓ મુલાકાત દરમિયાન ગળે પણ મળ્યા, જે ભારત અને ફ્રાંસ વચ્ચે ગાઢ મિત્રતા દર્શાવે છે. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે આ ક્લિપ શેર કરી છે.

તાજેતરમાં ઇમેન્યુઅલ મેક્રોન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઈઝરાયલ-ઈરાન કૂટનીતિને લઈ જોરદાર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે જી-7માંથી વહેલા નીકળી ગયા હતા. જેને મેક્રોને વ્યૂહાત્મક પગલું તરીકે ગણાવવાની કોશિશ કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button