બેંક ખાતામા પડેલું અન-કલેઈમ્ડ ફંડ હવે તેના હકદારોને મળશે; વડાપ્રધાન મોદી કરી મોટી જાહેરાત…

નવી દિલ્હી: મોદી સરકાર દેશમાં બેકિંગ સેક્ટરમાં મોટા બદલાવ કરી રહી છે. જનધન યોજના અંતર્ગત કરોડો લોકો લોકોના બેંક એકાઉન્ટ ખોલવા આવ્યા છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર વર્ષોથી બેંક એકાઉન્ટમાં પડેલા, જેના પર કોઈ દાવો નથી કરી રહ્યું એવા અન-કલેઈમ્ડ ફંડને તેના હકદારો સુધી પહોંચાડી રહી છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની આ ઝુંબેશની જાહેરાત કરી છે.
અગ્રેજી ભાષાના એક જાણીતા અખબાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન આપતા વડાપ્રધાન મોદી કહ્યું કે ભારતમાં હંમેશા એવું માનવામાં આવે છે કે એકવાર સરકારને કોઈ ફંડ આપવામાં આવે છે, તે એકતરફી વ્યવહાર હોય છે અને આપેલું ફંડ ક્યારેય પાછું આવતું નથી. પરંતુ કેન્દ્ર સરકાર બેંક એકાઉન્ટમાં પડેલા અન-કલેઈમ્ડ ફંડને તેમના હકદારો પરત કરી રહી છે. સરકાર અને નાગરીકો વચ્ચે મજબૂત વિશ્વાસ હોય ત્યારે આવું કામ થયા છે.
આટલા કરોડ રૂપિયા અન-કલેઈમ્ડ પડ્યા છે:
આ ઝુંબેશ અંગે વધુ માહિતી આપતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશમાં નાગરીકોના બેંક એકાઉન્ટમાં રૂ.78,000 કરોડ અન-કલેઈમ્ડ પડ્યા છે. લગભગ રૂ.14,000 કરોડ વીમા કંપનીઓ પાસે અન-કલેઈમ્ડ પડ્યા છે, રૂ.3,000 કરોડ મ્યુચ્યુઅલ ફંડમાં અને રૂ.9,000 કરોડ ડિવિડન્ડમાં અન-કલેઈમ્ડ પડ્યા છે.
વડાપ્રધાને કહ્યું, “આ ફંડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું છે; આ ફંડના હકદારો તેના વિશે ભૂલી ગયા છે. અમારી સરકાર હવે દેશભરમાં આવા ખાતા ધારકોને શોધી રહી છે. અમારી સરકાર સાચા હકદારો સુધી પહોંચવા માટે કામ કરી રહી છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું, “અમારી સરકારે અત્યાર સુધી લગભગ 500 જિલ્લાઓમાં આવા કેમ્પનું આયોજન કર્યું છે અને હજારો કરોડ રૂપિયાનું અન-કલેઈમ્ડ ફંડ હકદારોને પહોંચતું કર્યું છે. મન સારું હોય છે, ત્યારે આવતીકાલ પણ સારી હોય છે.”



