નેશનલ

International Women’s Day: મોદી સરકારની મહત્વકાંક્ષી 10 યોજના જેણે બદલ્યું મહિલાઓનું જીવન…

નવી દિલ્હી : દર વર્ષે 8 માર્ચના રોજ  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની(International Women’s Day) ઉજવણી કરવામાં આવે  છે. જોકે, કેન્દ્રના એનડીએની સરકાર આવ્યા બાદ છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે  મહિલાઓને સન્માન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના લીધે મહિલાઓનો શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ થયો છે. અનેક મહિલાઓ આત્મનિર્ભર બની  છે. તેમજ મહિલાને સુરક્ષા પ્રદાન કરવામાં પણ સરકારે અનેક પગલાંઓ ભર્યા છે. તો આજે આપણે જાણીએ કે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારની એવી 10 યોજના જેણે મહિલાઓનું જીવન બદલ્યું છે.

Also read : viral video: ગણિત ભણાવતી આ મમ્મી-દીકરીનો વીડિયો જોઈ તમને મજા પડી જશે…

01 મોદી સરકારની  મહત્વપૂર્ણ યોજના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’

જેમાં સૌ પ્રથમ યોજનાની વાત કરીએ તો ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ એ મોદી સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે ભારતમાં છોકરીઓના જીવનને સુધારવામાં મદદ કરી રહી છે. આ યોજના વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ  લિંગ ગુણોત્તર સુધારવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.આ યોજના હેઠળ, સરકાર વિવિધ માધ્યમો દ્વારા લોકોને કન્યાઓના મહત્વ વિશે જાગૃત કરે છે.આ યોજનાની અસર પણ દેખાઈ રહી છે. જેમાં વર્ષ  2017-18  થી  મહિલા ગ્રોસ ફેકલ્ટી એનરોલમેન્ટ રેશિયો (JIR)પુરુષ GER ને વટાવી ગયો છે. જ્યારે  ઉચ્ચ શિક્ષણમાં વર્ષ 2021-22માં  મહિલા નોંધણી 2.07 કરોડ છે જે કુલ 4.33 કરોડની સંખ્યાના લગભગ 50 ટકા છે. મહિલા અને પુરુષ ફેકલ્ટીનો ગુણોત્તર પણ વર્ષ 2014-15માં 63 હતો જે 2021-22માં વધીને 77 થયો છે.

02 ગર્ભવતી મહિલાઓને  આર્થિક સહાય આપતી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

Acko

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક માતૃત્વ મદદ કાર્યક્રમ છે. આ યોજના વર્ષ 2017 માં શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય સગર્ભા મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો. જાન્યુઆરી 2025 સુધીમાં  3.81 કરોડ મહિલાઓને 17,362 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પ્રથમ વખત માતા બનતી મહિલાઓને 5,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. જો કોઈ મહિલા બીજી વખત ગર્ભવતી થાય અને પુત્રીને જન્મ આપે તો 6000 રૂપિયાની એક સાથે રકમ આપવામાં આવે છે. જોકે, આ પૈસા ફક્ત પુત્રીના જન્મ પર જ મળે છે.

03 મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા મહિલાઓ સશક્ત બની

મોદી સરકારની વધુ એક મહત્વપૂર્ણ યોજના છે મહિલા શક્તિ કેન્દ્ર (MSK).જે ભારત સરકાર દ્વારા વર્ષ  2017 માં શરૂ કરવામા આવી થી.  તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ યોજના સમુદાય ભાગીદારી દ્વારા મહિલાઓને સરકારી યોજનાઓ અને કાર્યક્રમો સાથે જોડવામાં મદદ કરે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરીને, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પ્રદાન કરીને, ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારીની તકો પૂરી પાડીને અને સામાજિક સશક્તિકરણ દ્વારા સશક્ત બનાવવાનો છે.

04 બાળકીઓના ભવિષ્યને સુરક્ષિત કરતી સુકન્યા સમૃદ્ધિ યોજના

satyaday

મોદી સરકારે વર્ષ  2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના  શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય બાળકીઓના ભવિષ્ય માટે બચતને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના નામે બેંક ખાતા ખોલી શકાય છે.  આ યોજના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનનો એક ભાગ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બાળકીઓના ભવિષ્ય માટે બચતને પ્રોત્સાહન આપવાનો, શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો અને છોકરીઓ પ્રત્યે સકારાત્મક વલણને પ્રોત્સાહન આપવાનો છે. આ ખાતું બાળકીના માતાપિતા અથવા કાનૂની વાલી દ્વારા ખોલી શકાય છે. એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજના આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે. જે સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવે છે.

05 મહિલાઓને રસોઈના ધુમાડાથી મુકિત અપાવતી ઉજ્જ્વલા યોજના

OpIndia

મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક ‘ઉજ્જવલા યોજના’ છે. આ યોજના વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. ઉજ્જવલા યોજનાએ ખાસ કરીને ગ્રામીણ મહિલાઓના જીવનમાં મોટો ફેરફાર લાવ્યો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો વ્યાપ વધીને 10 કરોડ પરિવારો સુધી પહોંચી ગયો છે. સરકાર આગામી વર્ષોમાં ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ પરિવારોને નવા LPG કનેક્શન આપવાની યોજના ધરાવે છે. નાણાકીય વર્ષ 2024-25 માટે આ યોજનામાં કુલ ખર્ચ 12,000 કરોડ રૂપિયા થશે.

LPGના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ

ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વચ્છ ઇંધણ (LPG)પૂરું પાડવાનો છે. તેનો ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચેના પરિવારોની મહિલાઓને મફત LPG કનેક્શન આપવાનો છે. આ યોજના હેઠળ, સરકાર પ્રતિ LPG કનેક્શન 1600 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રસોઈ માટે વપરાતા ધુમાડો ઉત્પન્ન કરતા ઈંધણના સ્થાને LPGના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

06 મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી મુકિત અપાવી સશક્ત બનાવી

OpIndia

પ્રધાનમંત્રીએ મહિલાઓના ઉત્થાન માટે અનેક યોજના અમલમાં મૂકી છે. જોકે, તેની સાથે મુસ્લિમ સમાજની મહિલાઓના જીવનમાં બદલાવ માટે પણ અનેક નિર્ણયો લીધા છે. જેમાં મુસ્લિમ સમાજમા મહિલાઓને માત્ર મૌખિક રીતે તલાક શબ્દ બોલીને તલાક આપવાની પ્રથાને દૂર કરવાનો પ્રયાસ કર્યો. જેમાં વર્ષ 2017માં મોદી સરકારના પ્રયાસોના પગલે મૌખિક રીતે તલાક આપવાની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી. ત્રણ  તલાકને ગેરબંધારણીય અને કુરાનના મૂળ સિધ્ધાંતો વિરુદ્ધ ગણવામાં આવ્યા. જેની બાદ સરકારે વર્ષ 2019માં મુસ્લિમ મહિલા( વિવાહ પર અધિકારોના સંરક્ષણ) અધિનિયમ 2019 મંજૂર કરવામાં આવ્યો. જેમાં ત્રણ તલાકને દંડનીય ગુનો બનાવવામાં આવ્યો અને દોષિત પતિને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી. 

07 મહિલા ઈ-હાટ યોજના મહિલા વ્યવસાયને પાંખો આપે છે

મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે વર્ષ 2016 માં આ યોજના શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના ઉત્પાદનો ઓનલાઈન વેચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.આ યોજના હેઠળ મહિલા ઉદ્યોગસાહસિકો ડિજિટલ માર્કેટિંગ અને ઈ-કોમર્સ પર તાલીમ પણ મેળવી શકે છે. મહિલા ઉદ્યોગસાહસિકો મહિલા ઈ-હાટ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. મહિલા ઉદ્યોગસાહસિકો મહિલા ઈ-હાટ પોર્ટલ પર તેમના ઉત્પાદનો મફતમાં સૂચિબદ્ધ કરી શકે છે. જેમાં મહિલાઓને  પોતાના ઉત્પાદનો વેચવા માટે કોઈ કમિશન ચૂકવવાની જરૂર નથી.

08 ગ્રામીણ મહિલાઓને સશક્ત કરતી પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્ર યોજના

આ ઉપરાંત મહિલાઓ માટેની અન્ય એક યોજના પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્ર યોજના છે.  જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ વિશે જાગૃતિ લાવવા માટે સમુદાય ભાગીદારી દ્વારા ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ યોજના સમુદાય ભાગીદારી દ્વારા મહિલાઓને સરકારી યોજનાઓ અને કાર્યક્રમો સાથે જોડવામાં મદદ કરે છે. આ યોજના હેઠળ, ગ્રામીણ મહિલાઓને ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે.

09 વર્કિંગ વુમન હોસ્ટેલ ” સખી નિવાસ  યોજના”  

Youtube

આ યોજના ઘરથી દૂર રહેતી  વર્કિંગ વુમન માટે સલામત અને સુવિધાજનક રહેઠાણ પૂરું પાડે છે. જેમાં મોદી સરકારનો ઉદ્દેશ્ય 523 છાત્રાલયોમાંથી 26,306 મહિલાઓને લાભ આપવાનો છે. વર્કિંગ વુમન હોસ્ટેલ સ્કીમ એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે. જેનો ઉદ્દેશ્ય કામ કરતી મહિલાઓને સલામત અને આરામદાયક રહેઠાણ પૂરું પાડવાનો છે.

Also read : Aadhar Cardને લઈને આવ્યું મહત્ત્વનું અપડેટ, હવેથી…

10 રાષ્ટ્રીય મહિલા કોષ યોજનામાંથી મહિલાઓને સરળ લોન

આ ઉપરાંત મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા રાષ્ટ્રીય મહિલા કોષ યોજના કાર્યરત છે. આ યોજના ગરીબ મહિલાઓને નાની લોન આપે છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. રાષ્ટ્રીય મહિલા કોષ (RMK)એ ભારત સરકાર દ્વારા ગરીબ મહિલાઓને સૂક્ષ્મ લોન આપવાના ઉદ્દેશ્યથી સ્થાપિત એક સંસ્થા છે. મુદ્રા યોજના હેઠળ 69 ટકા સૂક્ષ્મ લોન મહિલાઓના નેતૃત્વ હેઠળના ઉદ્યોગોને આપવામાં આવી છે. આની અસર એ થઈ છે કે ઘરગથ્થુ નિર્ણયોમાં મહિલાઓની ભાગીદારી વર્ષ 2015માં 84 ટકાથી વધીને વર્ષ 2020માં 88.7 ટકા થઈ  છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button