કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: CGHSના દરોમાં મોટો ફેરફાર, 46 લાખ કર્મચારી-પેન્શનરોને મોટી રાહત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારા દ્વારા સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમના દરોમાં મોટો ફેરફાર કર્યો છે. આ સંશોદન 13 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આમાં આશરે 46 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળવાની છે. નવા દર હવે હોસ્પિટલ શ્રેણી, શહેર શ્રેણી અને વોર્ડ પ્રકાર પર આધારિત નક્કી કરવામાં આવશે.
ખાનગી હોસ્પિટલોને પણ આના કારણે ફાયદો થશે તેવું જાણવા મળ્યં છે. કારણ કે, દરોમાં સરેરાશ 25-30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દરેક હોસ્પિટલોને નવા દર સ્વીકારવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. જો કોઈ આ નવા નિર્દોષોનું પાલન નહીં કરો તો તેમને યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.
આપણ વાંચો: PM Modi આજે સિનયર સિટીઝન્સ માટે હેલ્થ કવરેજ સ્કીમ લોન્ચ કરશે, જાણો કોને મળશે લાભ
અગાઉ 2014માં મોટો ફેરફાર કર્યો હતો
વધારે વિગતો વાત કરવામાં આવે તો, આ પગલાથી કેશલેસ સારવાર સુવિધાઓમાં સુધારો થવાની અને હોસ્પિટલની આવકમાં વધારો થશે તેવી પણ અપેક્ષા છે. છેલ્લા ઘણાં સમયથી પેન્શનરો આ બાબતે રજૂઆતો કરી રહ્યાં હતાં. આ પહેલાની વાત કરીએ તો, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમમાં 2014માં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ માત્ર નાના મોટા સુધારા જ કરવામાં આવ્યાં હતા, પરંતુ 2025માં આયોજનામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.
નવા CGHS દર કેવી રીતે નક્કી થશે?
CGHSના નવા દર માટે ચાર મુખ્ય વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વિગતે વાત કરીએ તો, હોસ્પિટલનું એક્રેડિટેશન (NABH/NABL), હોસ્પિટલનો પ્રકાર (જનરલ અથવા સુપર સ્પેશિયાલિટી), શહેર શ્રેણી (X, Y, Z), દર્દી વોર્ડનો પ્રકાર (જનરલ, અર્ધ-ખાનગી, ખાનગી)ના આધારે તેના દર નક્કી કરવામાં આવ્યાં છે. એટલે કે જો કોઈ હોસ્પિટલ NABH/NABL પ્રમાણીત નથી તો તેમને 15 ટકા ઓછો દર મળશે અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને 15 ટકા વધારે દર આપવામાં આવશે.
આપણ વાંચો: ધારાવીના 300થી વધુ રહેવાસીઓને રૂ. 10 કરોડનો હેલ્થ વીમો
કઈ શ્રેણીમાં કેટલા દરનો ફેરફાર કરવામાં આવ્યો?
શહેરની શ્રેણી પ્રમાણે Y શહેર ને X શહેર કરતા 10 ટકા ઓછું, Z શહેરને X શહેર કરતા 20 ટકા ઓછું. ખાસ વાત એ છે કે, પૂર્વોત્તર રાજ્ય, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને Yમાં રાખવામાં આવ્યાં છે. વાર્ડ પ્રમાણે વાત કરવામાં આવે તો, જનરલ વોર્ડમાં 5 ટકા ઓછા દર, પ્રાઈવેટ વોર્ડમાં 5 ટકા વધારે દર જ્યારે ઓપીડી, એડિયોથેરાપી, ડેકેયર અને નાની પ્રક્રિયાઓ માટે જૂના દર યથાવત રાખવામાં આવ્યાં છે.
દર્દીઓ સરળતાથી કેશલેસ સારવાર કરાવી શકશે
મળતી જાણકારી પ્રમાણે આ નવા દરના કારણે હવે હોસ્પિટલમાં CGHS દર્દીઓ સરળતાથી કેશલેસ સારવાર કરાવી શકશે. ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના ખિચામાંથી રૂપિયા ખર્ચ કરવાની જરૂર નહીં પડે. આ યોજના ખરેખર ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. CGHS પેકેજમાં રૂમ અને બેડનો ખર્ચ, દાખલ થવાનો ખર્ચ, એનેસ્થીસિયા, દવાઓ અને મેડિકલનો સામાન, ડૉક્ટરોનો ફી, આઈસીયુ/આઈસીસીયૂનો ખર્ચ, ઓક્સિજન, વેન્ટિલેટર અને ઓપરેશન શિયેટરનો ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.