નેશનલ

ગ્રેમી અવૉર્ડસ જીતનારા ભારતીયોને મોદીના અભિનંદન

નવી દિલ્હી : 2024ના ગ્રેમી અવૉર્ડ જીતવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝાકીર હુસૈન, રાકેશ ચોરસિયા, શંકર માધવન, ગણેશ રાજગોપાલન અને સેલવાગણેશ વિનાયકમને અભિનંદન આપ્યાં હતા. વડા પ્રધાને એક્સ પર પોસ્ટ મૂકીને લોસ એન્જલસ ખાતેના સંગીત મહાઉત્સવમાં ભારતને ગૌરવ અપાવનાર પાંચ કલાકારોની સરાહના કરી હતી. વડા પ્રધાને લખ્યું હતું કે તમારી ઉલ્લેખનીય સફળતા માટે અભિનંદન. તમારી અસામાન્ય પ્રતિભા અને સર્મપણે આખા વિશ્વના દિલ જીતી લીધા છે. ભારતને ગર્વ છે. તમે કરેલા અથાગ પુરુષાર્થનું આ પ્રમાણપત્ર છે. તમારી આ ઉપલબ્ધી કલાકારોની નવી પેઢીને સંગીતમાં મોટા સપના જોવાની અને એમાં સફળતા મેળવવાની પ્રેરણા આપશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button