ટોપ ન્યૂઝનેશનલ

મોદી, અંબાણી અને અદાણી મળીને ભારતને આર્થિક મહાસત્તા બનાવી રહ્યા છેઃ રિપોર્ટ

નવી દિલ્હી : સીએનએનના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ભારત 21મી સદીની આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત રોકાણકારો માટે અને સપ્લાય ચેઈનનાં જોખમ ઘટાડવા માટે ચીનના વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી દેશને આર્થિક મહાસત્તા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારે વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે પાયાની સુવીધાઓ બાબતે ફેરફારો શરૂ કર્યા છે. ભારત ડિજિટલ કનેક્ટિવિટીને પણ ખૂબ પ્રોત્સાહન આપી રહ્યું છે.

અહેવાલમાં જણાવાયું છે કે રોકાણકારો વિકાસ માટે અગ્રતા ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા બાબતે વડપ્રધાન મોદીની ક્ષમતાની પ્રશંસા કરી રહ્યા છે. આ સાથે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વ્યક્તિઓ- મોદી, અંબાણી અને અદાણી- આવનારા દાયકાઓમાં ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રૂપ બંનેએ પેટ્રોલ અને ડીઝલ, સ્વચ્છ ઉર્જાથી લઈને મીડિયા અને ટેક્નોલોજી સુધીના ક્ષેત્રોમાં બિઝનેસ બનાવ્યો છે. તેમાંના દરેકનું મૂલ્ય $200 બિલિયનથી વધુ છે.

ભારત ઝડપી ઔદ્યોગિકીકરણના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, અને આ સમય દરમિયાન અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓની શક્તિ અને પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. ઇતિહાસમાં અન્ય દેશોમાં પણ આ જોવા મળ્યું હતું, જ્યારે તેઓ ઝડપથી ઔદ્યોગિકીકરણ તરફ આગળ વધી રહ્યા હતા. રિપોર્ટમાં જોન ડી. રોકફેલરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેઓ અમેરિકાના પ્રથમ અબજપતિ બન્યા હતા. તેમની જેમ અંબાણી અને અદાણીની સરખામણી કરવામાં આવી રહી છે. 19મી સદીના છેલ્લા દાયકાઓમાં સત્તા પર રોકફેલરનો ઉદય થયો, જેને અમેરિકાના ગિલ્ડેડ એજ તરીકે ઓળખવામાં આવે છે.

‘ધ બિલિયોનેર રાજ’ પુસ્તકના લેખક જેમ્સ ક્રેબટ્રી કહે છે કે ભારત એ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેમાંથી અમેરિકા અને અન્ય ઘણા દેશો પસાર થઈ ચૂક્યા છે. તેમણે બ્રિટન (1820), દક્ષિણ કોરિયા (1960 અને 70) અને ચીન (2000)ના ઉદાહરણો આપ્યા. ક્રેબટ્રીના જણાવ્યા મુજબ, વિકાસશીલ દેશો માટે ઝડપી આર્થિક વૃદ્ધિનો સમયગાળો સામાન્ય છે, પરંતુ આ સમય દરમિયાન મોટાભાગની સંપત્તિ ટોચના લોકો પાસે હોય છે, અસમાનતા વધે છે અને ‘Crony capitalism’ ખીલે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button