નેશનલ

બિહાર મતદાન વચ્ચે PM પહોંચ્યા અરરિયા, વિકાસ અને સુશાસનનો આપ્યો મંત્ર

બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અરરિયાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં PM મોદીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે PM મોદીએ હજારોની ભીડ વચ્ચે બિહારના લોકોને વિકાસ અને સુશાસનનો મંત્ર આપ્યો. જન સભા દરમિયાન સભા સ્થળ પર એર નારો ગુંજ્યો– ‘ફિર એક વાર NDA સરકાર!’

જનસભા દરમિયાન મોદીએ કહ્યું, “સવારથી સોશિયલ મીડિયા પર બિહારના ગામ-ગામની તસવીરો જોઈને મને ગર્વ થાય છે. માતાઓ-બહેનો-દીકરીઓ પોતાના હકનો ઉત્સાહથી ઉપયોગ કરી રહી છે. યુવાનોની લાઈનો લાંબી થઈ રહી છે.” તેમણે બધાને અભિનંદન આપ્યા અને કહ્યું, “આજે બિહારમાં એક જ અવાજ ગુંજી રહ્યો છે – ફરી એક વાર NDA સરકાર, વધુ એક સુશાસનનો દોર!”

મોદીએ જૂના ‘જંગલરાજ’ને યાદ કરાવતા કહ્યું, “જંગલરાજ એટલે કટ્ટા, ક્રૂરતા, ભ્રષ્ટાચાર અને કુશાસન. જેના કારણે બિહાર 15 વર્ષ સુધી પાછળ ધકેલાયું. ગરીબના સપના ચૂર થયા, યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું.” વધુ PM મોદીએ પોતાનો સંકલ્પ વાગોળતા કહ્યું કે, “હું તમારો માઈ-બાપ નથી, તમે જ મારા માલિક છો. મારું સપનું તમારા સપનાઓ સાથે જોડાયેલું છે. બિહારના યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય મારો સંકલ્પ છે.”

“તમારા દાદા-દાદીએ એક વોટથી બિહારને સામાજિક ન્યાયની ભૂમિ બનાવી. હવે તમારો એક વોટ બિહારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે,” એમ કહીને મોદીએ મહિલાઓ અને યુવાનોની આંખોમાં ચમક જગાવી. તેમણે અપીલ કરી, “મોટી સંખ્યામાં બહાર નીકળો, વિકાસને વોટ આપો, સુશાસનને વોટ આપો, સ્થિર સરકારને વોટ આપો – જેથી બિહાર ફરી એક વાર પ્રગતિના હાઈવે પર દોડે!”

આપણ વાંચો:  ટેકનિકલ ખામી વચ્ચે લોકશાહીનો ઉત્સાહ: નાલંદા અને પટનામાં EVM ખરાબ થતા મતદાન અટક્યું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button