
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે વધી રહેલાં તણાવ વચ્ચે ઊભા થઈ રહેલાં નવા જટિલ જોખમોને ધ્યાનમાં લઈને તમામ રાજ્યોને સાતમી મેના મોક ડ્રીલનું આયોજન કરવાનું જણાવવામાં આવ્યું છે.
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોક ડ્રિલ દરમિયાન કરવામાં આવનારા ઉપાયોમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરનનું સંચાલન, નાગરિકોની કોઈ પણ હુમલાની ચેતવણી આપનારા સાયરનનું સંચાલન, નાગરિકોને કોઈ પણ હુમલાની પરિસ્થિતિમાં પોતાની જાતને બચાવવા માટે સુરક્ષાની વ્યવસ્થાનું પ્રશિક્ષણ આપવાનું, બંકરો અને ખાઈની સાફ-સફાઈનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રિલ પહેલાં ગૃહ મંત્રાલયે બોલાવી મહત્ત્વની બેઠક…
યુદ્ધ સમયે વગાડવામાં આવતી સાયરન સામાન્યપણે નીચે જણાવેલા સ્થાનો પર લગાવવામાં આવે છે
સરકારી કચેરીઓઃ મહત્ત્વની સરકારી કચેરીઓ અને ઈમારતોમાં
પોલીસ મુખ્યાલયઃ પોલીસ વિભાગના મુખ્યાલયો
ફાયર સ્ટેરસનઃ અગ્નિશામક વિભાગની કચેરીઓ અને સ્ટેશનમાં
સૈન્યના ઠેકાણાઃ લશ્કરી દળોના ઠેકાણા અને કેમ્પમાં…
ભીડભાડવાળા સ્થળોઃ શહેરના વ્યસ્ત સ્થળો અને ભીડભાડવાળા સ્થાન
સંવેદશીલ વિસ્તારોઃ દિલ્હી, નોએડા જેવા મોટા શહેરોમાં ખાસ કરીને સંવેદનશીલ હોય એવા વિસ્તારોમાં
યુદ્ધવાળી સાયરન એક વિશેષ પ્રકારની વોર્નિંગ સિસ્ટમ હોય છે
મોટો અવાજઃ આ સાઈરન ખૂબ જ મોટા અવાજમાં વાગે છે
કંપનવાળો અવાજઃ આ સાયરનના અવાજમાં એક સતત ઉંચો-નીચો થતો કંપન અનુભવાય છે, જે તેને નોર્મલ હોર્ન કે એમ્બ્યુલન્સના અવાજ કરતાં અલગ બનાવે છે
આપાતકાલીન સ્થિતિની સૂચનાઃ આ સાયરન યુદ્ધ, એર સ્ટ્રાઈક કે કોઈ મુસીબતની સૂચના આપવા માટે વગાડવામાં આવે છે
ચેતવણી પ્રણાલીઃ આનો ઉદ્દેશ લોકોને જોખમની જાણ કરવાનો અને સુરક્ષાના ઉપાયો માટે તૈયાર કરવાનો હોય છે
અવાજની તીવ્રતાઃ આ સાયરનના અવાજની તીવ્રતાની વાત કરીએ તો તે 120થી 140 ડેસિબલ સુધીની હોય છે
કેટલા અંતર સુધી સંભળાય છે અવાજઃ આ સાયરનનો અવાજ 2થી 5 કિલોમીટર સુધી સંભળાય છે
અવાજની વિશેષતાઃ આ વિશે વાત કરીએ તો આ અવાજમાં હોર્ન અને એમ્બ્યુલન્સની અવાજ કરતાં અલગ હોય છે
આ પહેલાં ક્યારે ક્યારે વાગી હતી સાઈરનઃ 1962નું ચીન યુદ્ધઃ યુદ્ધની સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધઃ આ યુદ્ધ સમયે પણ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધઃ આ યુદ્ધ સમયે સાયરન વગાડવામાં આવી હતી
કારગિલના યુદ્ધઃ કારગિલ યુદ્ધ સમયે બોર્ડરવાળા વિસ્તારોમાં સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
સાઈરન વાગતા જ નીચે જણાવેલા પગલાં લેવા પડશેઃ ખુલ્લા સ્થળ પરથી સુરક્ષિત સ્થળો પર જેમ કે ઘર, બંધ ઈમારતોમાં પહોંચી જાવ
જરા પણ ગભરાયા કે પેનિક થયા વિના શાંત રહો
રેડિયો, ટીવી અને સરકારી એલર્ટ્સ પર ધ્યાન આપો
અફવાઓ પર ધ્યાન આપવાને બદલે ઓફિશિયલ ઈન્ફોર્મેશન પર જ ધ્યાન આપો
સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરો
સાઈરન વાગે એના 5થી 10 મિનિટની અંદર સુરક્ષિત સ્થળોએ પહોંચવું પડે છે
મોક ડ્રિલનો ઉદ્દેશ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચવા માટે પ્રશિક્ષત કરવાનો છે